કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ, આજે શુક્રવારે રેસલર્સના પ્રદર્શનના (Wrestlers Protest) મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ (Brijbhushan Singh), જેઓ યૌન શોષણના આરોપી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) સુરક્ષા કવચ કારણે બચ્યાં છે. તેમણે કહ્યું કે દીકરીઓ સાથે જે કંઈ થઈ રહ્યું છે તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. કોંગ્રેસ પાર્ટી (Congress) આ મુદ્દે સતત સરકારને ભીંસમાં લઈ રહી છે.
રાહુલે ટ્વીટ કર્યું, ’25 આંતરરાષ્ટ્રીય મેડલ લાવનાર દીકરીઓ – રસ્તાઓ પર ન્યાય માટે વિનંતી કરી રહી છે ! 2 એફઆઈઆરમાં જાતીય શોષણના 15 જઘન્ય આરોપો સાથે સાંસદ – વડાપ્રધાનના સુરક્ષા કવચમાં સુરક્ષિત છે ! દીકરીઓની આ સ્થિતિ માટે મોદી સરકાર જવાબદાર છે.
25 अंतरराष्ट्रीय मेडल लाने वाली बेटियां – सड़कों पर न्याय की गुहार लगा रहीं!
2 FIR में यौन शोषण के 15 घिनौने आरोपों वाला सांसद – प्रधानमंत्री के ‘सुरक्षा कवच’ में महफ़ूज़!
बेटियों के इन हालात की ज़िम्मेदार मोदी सरकार है।
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2023
આ પહેલા 28 મેના રોજ સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતુ તે દિવસે કુસ્તીબાજોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેના પર રાહુલે કહ્યું હતું કે રાજ્યાભિષેક પૂર્ણ થઈ ગયો છે. ‘અહંકારી રાજા’ રસ્તાઓ ઉપર જનતાના અવાજને કચડી રહ્યા છે.
બ્રિજભૂષણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ટીમનું સમર્થન પણ મળ્યું છે. કુસ્તીબાજોએ કહ્યું હતું કે જો બ્રિજ ભૂષણની ધરપકડ નહીં થાય તો તેઓ તેમના મેડલ ગંગામાં ફેંકી દેશે. આ અંગે ટીમે ચિંતા વ્યક્ત કરી છે. ટીમે કુસ્તીબાજોને વિનંતી કરી કે, તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે. સાથે જ આશા વ્યક્ત કરી હતી કે આ વિવાદ જલદીઉકેલાઈ જશે.
વિશ્વ વિજેતા ટીમ વતી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે અમે ચેમ્પિયન કુસ્તીબાજો સાથે ખરાબ વર્તનની તસવીરો જોઈ. તેમને જોઈને અમે ખૂબ જ ચિંતિત અને પરેશાન થઈએ છીએ. અમે એ વાતથી પણ ચિંતિત છીએ કે તેઓ મહેનતથી કમાયેલા મેડલને ગંગામાં ફેંકવાનું વિચારી રહ્યા છે.
1983ની ક્રિકેટ વિશ્વકપ વિજેતા ટીમે વધુમાં કહ્યું કે આ મેડલ મેળવવા માટે કુસ્તીબાજોએ વર્ષોની મહેનત, બલિદાન અને સમર્પણ કર્યું છે. આ મેડલ માત્ર તેમનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે. અમને આશા છે કે તેમની ફરિયાદો સાંભળ્યા બાદ તેનું નિરાકરણ કરવામાં આવશે. કાયદાને હાલ પૂરતા તેનુ કામ કરવા દો.