Jharkhand: 2000 ફૂટની ઊંચાઈએ હવામાં ફસાયા 29 લોકો, હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલું, અત્યાર સુધીમાં 2ના મોત

|

Apr 11, 2022 | 7:15 PM

Ropeway Accident: આ અકસ્માત રવિવારે સાંજે થયો હતો. ત્યારથી આ લોકો ફસાયેલા છે. આ લોકોને ખાલી ટ્રોલી દ્વારા બિસ્કિટ અને પાણી પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ લોકો ખૂબ જ ડરી ગયા છે.

Jharkhand: 2000 ફૂટની ઊંચાઈએ હવામાં ફસાયા 29 લોકો, હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલું, અત્યાર સુધીમાં 2ના મોત
Jharkhand Ropeway Accident

Follow us on

ઝારખંડના (Jharkhand) દેવઘરમાં સ્થિત ત્રિકુટ પર્વત પર રવિવારે રોપ-વે (Ropeway) અચાનક તૂટી જવાને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે. જ્યારે રેસ્ક્યુ દ્વારા માત્ર 19 લોકોને જ બહાર કાઢી શકાયા હતા. હજુ પણ 29 લોકો 2000 ફૂટની ઊંચાઈએ હવામાં લટકી રહ્યા છે. સોમવારે સવારે ફરી એકવાર રાહત કાર્ય શરૂ થઈ ગયું છે. ત્રિકુટ રોપવે દુર્ઘટનામાં ફસાયેલા તમામ લોકોને બચાવવા માટે ભારતીય સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરીમાં લાગેલા છે. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

એરફોર્સ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે

સેનાના બે Mi-17 હેલિકોપ્ટર બચાવ કાર્યમાં લાગેલા છે

ભારતીય વાયુસેના અનુસાર, ઝારખંડના દેવઘર જિલ્લામાં બે Mi-17 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં સામેલ છે, જ્યાં અકસ્માતને કારણે રોપ-વે ટ્રોલીમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે.

રોપ-વેના વાયરને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે

નોંધનીય છે કે સૈનિકો હેલિકોપ્ટરમાંથી દોરડાની મદદથી રોપ-વે ટ્રોલી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રોપ-વેના વાયરને કારણે હેલિકોપ્ટરને મુશ્કેલી પડી રહી છે. ભારતીય વાયુસેનાની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. હાલ લગભગ 2000 ફૂટની ઉંચાઈ પર અલગ-અલગ ટ્રોલીઓમાં 29 લોકો ફસાયેલા છે. આ અકસ્માત રવિવારે સાંજે થયો હતો. ત્યારથી આ લોકો ફસાયેલા છે. આ લોકોને ખાલી ટ્રોલી દ્વારા બિસ્કિટ અને પાણી પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ લોકો ખૂબ જ ડરી ગયા છે.

12 ટ્રોલીઓમાં 48 લોકો ફસાયા હતા

ITBP પીઆરઓ વિવેક પાંડેએ કહ્યું કે અમને માહિતી મળી હતી કે 12 ટ્રોલીઓમાં 48 લોકો ફસાયા છે. થોડા સમય પહેલા 60 ફૂટ નીચે ટ્રોલીમાંથી 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, બીજી ટ્રોલીમાંથી પણ 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ 8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે દેવઘરના ત્રિકૂટ પર્વત પર રોપ-વેનો વાયર તૂટવાને કારણે આ દુર્ઘટના બની હતી.

આ પણ વાંચો : રામનવમીના અવસર પર દેશભરમાં હિંસક અથડામણો પર રાહુલ ગાંધીએ કહ્યું- નફરત અને હિંસા દેશને નબળો પાડી રહી છે

આ પણ વાંચો : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે થઈ શકે છે બેઠક, CM યોગી, અમિત શાહ સહિત આ નેતાઓ થશે સામેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article