WITT: Tv9ના મંચ પરથી પીએમ મોદીના ભાષણની 9 મહત્વની વાત

|

Feb 26, 2024 | 11:27 PM

Tv9 નેટવર્કના વ્હોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે. આજે ભારતની ઉપલબ્ધિઓ જોઈને દુનિયા અચંબિત છે. દુનિયા ભારત સાથે ચાલવામાં તેનો ફાયદો જોઈ રહી છે. આજે આપણે જ કરીએ છીએ તે બેસ્ટ નહીં બિગેસ્ટ હોય છે.

WITT: Tv9ના મંચ પરથી પીએમ મોદીના ભાષણની 9 મહત્વની વાત

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ tv9 નેટવર્કના વ્હોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટને સંબોધિત કરતા સરકારના કામોને ગણાવ્યુ. પીએમ મોદીએ કહ્યુ જ્યારે ટેક્સ પેયરના પૈસાનું સન્માન થાય છે ત્યારે દેશ આગળ વધે છે. ભારત આજે સ્કેલ પર કામ કરી રહ્યુ છે જે અભૂતપૂર્વ અને કલ્પના બહાર છે. 20 ફેબ્રુઆરીએ મે દેશમાં ડઝનેક જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું લોકાર્પણ કર્યુ. આજે સવારે 27 રાજ્યના રેલવે સ્ટેશનના પુન:ર્નિર્માણને લીલી ઝંડી આપી છે.

પીએમ મોદીના સંબોધનની 9 મોટી વાત

  1. પીએમ મોદીએ કહ્યું કે, પહેલી, બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણે પાછળ રહી ગયા છીએ પરંતુ ચોથી ક્રાંતિમાં આપણે વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. તેનાથી રોજેરોજ થઈ રહેલા વિકાસ કામોમાં નવી ઊર્જા મળી રહી છે. દેશમાં દર બે દિવસમાં એક નવી કોલેજ ખૂલી રહી છે. દર સપ્તાહે એક નવી યુનિવર્સિટી ખૂલી રહી છે. ભારતમાં દરરોજ દોઢ લાખ મુદ્રા લોનનું વિતરણ થાય છે. ભારતમાં દરરોજ 14 કિલોમીટરનો રેલવે ટ્રેક બનાવવામાં આવે છે.
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો આજે દુનિયા વિચારે છે કે ભારત મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે તો તેની પાછળ 10 વર્ષનું શક્તિશાળી લોન્ચપેડ છે. ભારત 10 વર્ષમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. અમારી નીતિઓ અને નિર્ણયોને વેગ મળ્યો.
  3. આજે 21મી સદીના ભારતે નાનું વિચારવાનું છોડી દીધું છે. આપણે જે કરીએ છીએ તે શ્રેષ્ઠ અને સૌથી મોટું છે. આજે સમગ્ર વિશ્વ ભારતની ઉપલબ્ધિઓ જોઈને આશ્ચર્યચકિત છે. ભારત સાથે આગળ વધવામાં દુનિયા પોતાનો ફાયદો જોઈ રહી છે. ભારતની લોકોનો સરકાર અને સિસ્ટમમાં વિશ્વાસ વધી રહ્યો છે.
  4. અમારી સરકાર નેશન ફર્સ્ટના સિદ્ધાંતને સર્વોપરી રાખીને આગળ વધી રહી છે. કલમ 370ની નાબૂદીથી લઈને રામ મંદિરના નિર્માણ સુધી, ટ્રિપલ તલાકના અંતથી લઈને મહિલા અનામત સુધી, વન રેન્ક વન પેન્શનથી લઈને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદની રચના સુધી, સરકારે અનેક અધૂરા કામો પૂરા કર્યા છે.
  5. આજનું રાશિફળ તારીખ 08-09-2024
    રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
  6. તુષ્ટિકરણને બદલે અમે દેશવાસીઓને સંતુષ્ટ કરવાનો માર્ગ પસંદ કર્યો છે. છેલ્લા 10 વર્ષથી આ જ અમારો મંત્ર છે, આ જ અમારી વિચારસરણી રહી છે. આજ સૌનો સાથ સૌનો વિશ્વાસ અ દરેકનો સાથ અને દરેકનો વિશ્વાસ છે. અમારી સરકાર નેશન ફર્સ્ટના સિદ્ધાંતને સર્વોપરી રાખીને આગળ વધી રહી છે.
  7. અગાઉની સરકારોની વિચારસરણી એવી હતી કે તેઓ દેશની જનતાને અભાવમાં રાખવાનું પસંદ કરતી. અભાવમાં રહેલી આ જનતાને આ લોકો ચૂંટણી સમયે થોડુ આપીને પોતાના સ્વાર્થ સાધવાનું કામ કરતા. આના કારણે જ દેશમાં એક વોટબેંકની રાજનીતિનો જન્મ થયો, એટલે કે જે લોકોએ તેમને વોટ આપ્યો તેમના માટે જ સરકારે કામ કરતી હતી.
  8. ભારતમાં દર સેકન્ડે નળના પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. ભારતમાં દરરોજ 75 હજાર લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. અમે હંમેશા ગરીબી દૂર કરવાના નારા જ સાંભળ્યા હતા. અમારી સરકારમાં લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારતમાં ગરીબી અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે એટલે કે સિંગલ ડિજિટમાં પહોંચી ગઈ છે.
  9. ગામડાના લોકોની આર્થિક શક્તિ વધી રહી છે. આ અમારા પ્રયાસોનું પરિણામ છે. ગામડાઓમાં રોજગારના સાધનો ઉભા થયા. ભારતમાં પ્રથમ વખત ખોરાક પરના કુલ ખર્ચમાં 50 ટકાનો ઘટાડો થયો છે. આજે દેશના લોકો દરેક વસ્તુ પર પૈસા ખર્ચવા સક્ષમ છે.
  10. છેલ્લા 10 વર્ષમાં ભારતે પ્રગતિ કરી છે. ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવીને, અમે સુનિશ્ચિત કર્યું છે કે વિકાસના લાભો સમાનરૂપે વહેંચવામાં આવે. અમે તુષ્ટિકરણને બદલે દેશવાસીઓના સંતુષ્ટીકરણનો માર્ગ પસંદ કર્યો છે. આ આપણી વિચારસરણી છે. આ બધાનો સાથ અને સૌનો વિકાસ છે.
  11. જ્યારે અછત હોય છે ત્યારે ભ્રષ્ટાચાર થાય છે. આજે સરકાર ઘરે-ઘરે જઈને લાભાર્થીઓને સુવિધાઓ પૂરી પાડી રહી છે. આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા ત્રીજા કાર્યકાળમાં આપણે ભારતની ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવાની છે.

 

Next Article