Breaking News: ‘વર્ક ફ્રોમ હોમ’ ની તૈયારી શરૂ કરો ! 58 લાખ લોકો માટે આવી શકે છે ‘મોટા સમાચાર’

શું ફરી એકવાર ઘર જ ઓફિસ બની જશે? કોરોનાકાળના એ દિવસો યાદ કરો, જ્યારે ઓફિસો ખાલી હતી અને લોકો ઘરે બેઠા જ કામ કરી રહ્યા હતા. હવે એવો જ કંઈક માહોલ ફરી જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ બાદ દેશમાં 'વર્ક ફ્રોમ હોમ'ની માંગે જોર પકડ્યું છે.

Breaking News: વર્ક ફ્રોમ હોમ ની તૈયારી શરૂ કરો ! 58 લાખ લોકો માટે આવી શકે છે મોટા સમાચાર
| Updated on: May 11, 2026 | 4:59 PM

ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને IT-સક્ષમ સેવાઓ (ITES) ના કર્મચારીઓના મુખ્ય સંગઠને NITES (Nascent Information Technology Employees Senate) એ કેન્દ્ર સરકારને પત્ર લખીને આઈટી સેક્ટર માટે ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) લાગુ કરવા એડવાઈઝરી જાહેર કરવાની માંગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઇંધણ બચત અને બિનજરૂરી મુસાફરી ઘટાડવાની કરેલી અપીલ બાદ સંગઠને આ માંગ ઉઠાવી છે.

NITES એ શ્રમ અને રોજગાર મંત્રીરી મનસુખ માંડવિયાને મોકલેલા પત્રમાં તર્ક આપ્યો છે કે, આઈટી ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ માત્ર કર્મચારીઓની સુવિધાનો મામલો નથી પરંતુ તે ઇંધણ બચત અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા માટે એક આવશ્યક પગલું છે.

PM મોદીની અપીલનો આપ્યો ‘હવાલો’

NITES એ મંત્રાલયને મોકલેલા પત્રમાં પીએમ મોદીના તાજેતરના નિવેદનનો હવાલો આપ્યો છે. મોદીએ દેશવાસીઓ અને કંપનીઓને પેટ્રોલ-ડીઝલની બચત કરવા, બિનજરૂરી મુસાફરી ઘટાડવા, વર્ચ્યુઅલ મીટિંગ અને વર્ક ફ્રોમ હોમ અપનાવવા અપીલ કરી હતી. સંગઠને તેને “રાષ્ટ્રીય જવાબદારીનું આહવાન” ગણાવતા કહ્યું કે, આઈટી સેક્ટર અગાઉ પણ સાબિત કરી ચૂક્યું છે કે, ઉત્પાદકતા (Productivity) ને અસર કર્યા વિના મોટાપાયે રિમોટ વર્ક સફળતાપૂર્વક કરી શકાય છે.

કોવિડ કાળનું આપ્યું ‘ઉદાહરણ’

NITES એ જણાવ્યું કે, કોવિડ-19 મહામારી દરમિયાન ભારતીય આઈટી ઉદ્યોગે ખૂબ જ ઓછા સમયમાં વર્ક ફ્રોમ હોમ મોડલ અપનાવી લીધું હતું. તે સમયે મોટી ટેક કંપનીઓ, મલ્ટિનેશનલ કોર્પોરેશન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ, સપોર્ટ સર્વિસ અને ડિજિટલ ડિલિવરી યુનિટ્સે ઘરેથી કામ કરીને પણ વૈશ્વિક પ્રોજેક્ટ્સ અને ક્લાયન્ટ્સને સતત સેવાઓ આપી હતી.

સંગઠનના જણાવ્યા અનુસાર, મહામારી જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતીય આઈટી સેક્ટરે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આથી જ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આ મોડલ ફરીથી અપનાવી શકાય તેમ છે.

58 લાખ કર્મચારીઓ પર પડી શકે છે ‘અસર’

NITES એ તેના પત્રમાં જણાવ્યું છે કે, દેશનું આઈટી અને આઈટીઈએસ સેક્ટર આશરે 58 લાખ વ્યાવસાયિકોને રોજગારી આપે છે. આવી સ્થિતિમાં જો કંપનીઓ વર્ક ફ્રોમ હોમ અપનાવે છે, તો તેનાથી ઇંધણની બચત, ટ્રાફિકમાં ઘટાડો અને વિદેશી હૂંડિયામણ પર પડતા દબાણને ઘટાડવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત કર્મચારીઓનો મુસાફરી ખર્ચ પણ ઘટશે અને કંપનીઓને ઓફિસ સંચાલનના ખર્ચમાં રાહત મળી શકે છે.

સરકાર પાસે એડવાઈઝરી જાહેર કરવાની માંગ

IT કર્મચારી સંગઠને શ્રમ મંત્રાલયને વિનંતી કરી છે કે, તે આઈટી/આઈટીઈએસ કંપનીઓ અને ડિજિટલ સર્વિસ સેક્ટર માટે સત્તાવાર એડવાઈઝરી જાહેર કરે. આમાં કંપનીઓને સૂચના આપવામાં આવે કે, જ્યાં શક્ય હોય ત્યાં ચોક્કસ સમયગાળા માટે ફરજિયાત ‘વર્ક ફ્રોમ હોમ’ લાગુ કરવામાં આવે.

Breaking News : ટ્રમ્પની સહન શક્તિ ખૂટી ! સ્પેસ ફોર્સ એક્ટિવ અને મિસાઈલો તૈનાત, આપી દીધી સર્વનાશની ધમકી

Follow Us