મુસ્લિમ એકતા સમુદાય પછી શું હવે RSS નવી ‘ખ્રિસ્તી વિંગ’ની શરૂઆત કરવા જઈ રહ્યું છે ?

|

Feb 03, 2019 | 12:44 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સાથે વાતચીત કરવા માટે એક સંયુકત એકતાની રચના કરવા પર વિચાર કરી રહ્યું છે. RSS છેલ્લા એક વર્ષથી ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં લાગ્યું છે. આ મંચની મુસ્લિમ રાષ્ટ્રીય મંચની રીતે રચના કરવામાં આવશે પણ ભારતના મુસ્લિમ સમુદાયની વચ્ચે કામ કરનારી RSS એક સંયુકત એકતા છે. […]

મુસ્લિમ એકતા સમુદાય પછી શું હવે RSS નવી ખ્રિસ્તી વિંગની શરૂઆત કરવા જઈ રહ્યું છે ?

Follow us on

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સાથે વાતચીત કરવા માટે એક સંયુકત એકતાની રચના કરવા પર વિચાર કરી રહ્યું છે.

RSS છેલ્લા એક વર્ષથી ખ્રિસ્તી રાષ્ટ્રીય મંચ સ્થાપિત કરવાની કોશિશ કરવામાં લાગ્યું છે. આ મંચની મુસ્લિમ રાષ્ટ્રીય મંચની રીતે રચના કરવામાં આવશે પણ ભારતના મુસ્લિમ સમુદાયની વચ્ચે કામ કરનારી RSS એક સંયુકત એકતા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈને RSS અધિકારીઓએ સૌથી પહેલાં વર્ષ 2016માં પાદરીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે તે વાતચીતનું કોઈ પરિણામ ના આવ્યું. તે પછી વર્ષ 2017માં એકવાર ફરીથી તેની કોશિશો શરૂ કરી. ત્યારે ઉતર ભારતીય ચર્ચથી જોડાયેલા આગરાના એક પરિવારે નવી દિલ્હી અને નાગપુરમાં સંઘ નેતૃત્વથી મુલાકાત કરી હતી. ત્યારબાદ સંઘ અને ખ્રિસ્તી સમુદાયના સભ્યો અને પાદરીઓના વચ્ચે મુલાકાતો થઈ રહી છે.

રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની રચનાને લઈ થઈ રહેલી વાતચીતમાં સામેલ લોકો તેમના નામ જાહેર કરવાથી બચી રહ્યાં છે. તે છતાં તેમને આ મંચની રચનાને લઈ કરેલ કોશિશોના સમર્થન માં કહ્યું કે આ મંચ અને ખ્રિસ્તી સમુદાયની વચ્ચે પુલની જેમ કામ કરશે.

આ વાતચીતમાં સામેલ એક વ્યકિતીએ જણાવ્યું કે મારા અનુભવ અને સંઘની સાથે વાતચીતના આધારે મને લાગે છે કે ખ્રિસ્તી સમુદાયના લોકોને RSSના નજીક જવું જોઈએ, જેથી તેમના તરફથી વાતચીત કરી રાષ્ટ્રીય નિર્માણમાં સંઘની ભૂમિકાને સમજી શકે.

તેની સાથે તે કહે છે કે, 2014ની લોકસભા ચૂંટણી પછી મારામાં સંઘને લઈને આતુરતા જાગી અને મેં વાતચીત શરૂ કરી. આ ભગવા જૂથ અને ખ્રિસ્તી સમુદાયના વચ્ચેના અંતરને અંકુશમાં રાખવાના ઉદ્દેશને RSS અને ખ્રિસ્તી સમુદાયના સભ્યો ત્યારથી ઘણીવાર મુલાકાત કરી ચુકયા છે.ત્યાં RSS નેતૃત્વએ પણ સંઘ અને ખ્રિસ્તી સમાજની વચ્ચે સંપર્ક બનાવવાની કોશિશો કરી છે. સંઘના સહ કમાન્ડિંગ ઓફિસર મનમહોન વૈઘ કહે છે સંઘ કોઈ સંપર્ક કાર્યક્રમ ચલાવતુ નથી, પણ RSSથી જોડાવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે તેના દરવાજા ખુલ્લા છે.

Next Article