LPG સબસિડી બંધ થઈ જશે ? જાણો સરકારે શું આપ્યો જવાબ

|

Feb 11, 2021 | 5:35 PM

LPG subsidy : કેન્દ્રીય નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2022 માટે પેટ્રોલિયમ સબસિડી ઘટાડીને રૂ.12,995 કરોડ કરી દીધી છે, ત્યારબાદ આ ચર્ચાઓએ જોર પકડ્યું કે સરકાર દ્વારા LPG સબસિડીને બંધ કરવામાં આવી શકે છે.

LPG સબસિડી બંધ થઈ જશે ? જાણો સરકારે શું આપ્યો જવાબ

Follow us on

LPG subsidy : એલપીજી એટલે કે ઘરેલુ ગેસ સબસિડી હાલના દિવસોમાં ચર્ચા થઈ રહી છે કે સરકાર પરની સબસિડી બંધ કરી શકે છે. બજેટમાં પેટ્રોલિયમ સબસિડીમાં ઘટાડાને આવી ચર્ચાઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. બજેટ રજૂ થયા બાદથી લોકોના મનમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને ખાસ કરીને એલપીજી સબસિડી અંગે ઘણી વાતો ચાલી રહી છે. આ તમામ બાબતો અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો જવાબ
LPG subsidy અંગે જવાબ આપતા રાજ્યસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)નો હવાલો આપતા કહ્યું હતું કે દેશમાં 1 ફેબ્રુઆરી સુધી એલપીજી ગ્રાહકોએ રૂ.1.08 કરોડની સબસિડી લીધી છે. એલપીજી સહિત અન્ય પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવો પર તેમણે કહ્યું કે તેમના ભાવો આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલા છે. આ છતા સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકો માટે સબસિડી ચાલુ રાખી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આંતરરાષ્ટ્રીય બજારને કારણે સબસિડીમાં વધ-ઘટ
રાજ્યસભામાં લેખિત જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે એલપીજી ગ્રાહકોને એલપીજી સિલિન્ડર ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવે છે. કિંમતો અંગે તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉત્પાદનના ભાવમાં વધારો અને ઘટાડાની સાથે સરકારના નિર્ણય મુજબ ઘરેલું સબસિડીવાળા એલપીજી પર સબસિડી વધતી અને ઘટતી જાય છે.

Next Article