જાણો 14 ફેબ્રુઆરીએ કેમ ‘વેલેન્ટાઈન ડે’ મનાવવામાં આવે છે

|

Feb 14, 2020 | 3:54 AM

આજે 14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ છે. જેને લોકો પ્રેમનો તહેવાર માનીને ઉજવણી કરે છે. ભારતમાં પણ કપલ્સ તેમના પાર્ટનરને ભેટ, ચોકલેટ વગેરે આપીને પ્રેમનો જશ્ન મનાવે છે પણ ખાલી આમ જ આ દિવસને મનાવવામાં નથી આવતો, તેનો એક રસપ્રદ ઈતિહાસ છે.   Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ […]

જાણો 14 ફેબ્રુઆરીએ કેમ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે

Follow us on

આજે 14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ છે. જેને લોકો પ્રેમનો તહેવાર માનીને ઉજવણી કરે છે. ભારતમાં પણ કપલ્સ તેમના પાર્ટનરને ભેટ, ચોકલેટ વગેરે આપીને પ્રેમનો જશ્ન મનાવે છે પણ ખાલી આમ જ આ દિવસને મનાવવામાં નથી આવતો, તેનો એક રસપ્રદ ઈતિહાસ છે.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોમના પાદરીના નામ પર જશ્ન

એક અહેવાલ મુજબ ‘ઓરિયા ઓફ જૈકોબસ ડી વોરાજિન’ નામની પુસ્તકમાં વેલેન્ટાઈનનો ઉલ્લેખ છે. આ દિવસ રોમના એક પાદરી સંત વેલેન્ટાઈનના નામ પર મનાવવામાં આવે છે. સંત વેલેન્ટાઈન દુનિયામાં પ્રેમને વધારવા માટે વિશ્વાસ રાખતા હતા પણ રોમમાં એક રાજાને તેમની આ વાત પસંદ નહતી અને તે પ્રેમલગ્નની વિરૂદ્ધ હતા. તે પ્રેમ લગ્નને ખોટા માનતા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સમ્રાટ ક્લાઉડિયસને લાગતું હતું કે રોમના લોકો તેમની પત્ની અને પરિવારોની સાથે મજબૂત લગાવ હોવાના કારણે સેનામાં ભરતી નથી થઈ રહ્યા. આ સમસ્યાના સમાધાન માટે ક્લાઉડિયસે રોમમાં લગ્ન અને સગાઈ પર પ્રતિબંધ લગાવી દીધો. પાદરી વેલેન્ટાઈને સમ્રાટના આદેશને લોકોની સાથે અન્યાય તરીકે મહસૂસ કર્યો. તેમને તેનો વિરોધ કરતાં ઘણા અધિકારીઓ અને સૈનિકોના લગ્ન પણ કરાવ્યા. ત્યારબાદ તેમને 14 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે દિવસથી દર વર્ષે આ દિવસને ‘પ્રેમના દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. એક અહેવાલ મુજબ સંત વેલેન્ટાઈને જેલમાં રહીને જેલરની દિકરીને પત્ર લખ્યો હતો. જેમાં તેમને અંતમાં લખ્યું કે ‘તમારો વેલેન્ટાઈન’. સમગ્ર દુનિયામાં આ પર્વ મનાવવામાં આવે છે અને તેને અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. ત્યારે ઘણા દેશોમાં તેને સંસ્કૃતિની વિરૂદ્ધ માનીને તેની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો: વેલેન્ટાઈન ડે 2020: જાણો આ દિવસને કેવી રીતે બનાવવો યાદગાર, અપનાવો આ ટિપ્સ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article