Jagannath Rath Yatra 2023 : પુરીમાં સમાધિની સામે ભગવાન જગન્નાથનો રથ કેમ અટકે છે? વાંચો માત્ર એક ક્લિકમાં

|

Jun 20, 2023 | 3:16 PM

Odisha : આ વાત દરેકને આશ્ચર્યમાં મૂકે છે કે, જગતના પાલનહાર ભગવાન જગન્નાથનો રથ એક સમાધિની સામે કેમ અટકી જાય છે. તેની પાછળની સ્ટોરી છુપાયેલી છે તે અહીં જાણો.

Jagannath Rath Yatra 2023 : પુરીમાં સમાધિની સામે ભગવાન જગન્નાથનો રથ કેમ અટકે છે? વાંચો માત્ર એક ક્લિકમાં
Jagannath Rath Yatra 2023

Follow us on

Odisha : ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા આજે એટલે કે 20 જૂને ધામધૂમથી કાઢવામાં આવે છે, જેનું સમાપન 1 જુલાઈએ થશે. દર વર્ષે અષાઢના શુક્લ પક્ષની બીજી તારીખે જગન્નાથની રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવે છે અને એ પણ મોટા ઠાઠમાઠ સાથે. આ દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે ત્રણ રથમાં સવાર થઈને શહેરની યાત્રા પર જાય છે. આજે પણ લાખો લોકો આ ભવ્ય પ્રસંગના સાક્ષી બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભગવાન જગન્નાથના રથના દોરડાને એકવાર સ્પર્શ કરે છે, તે ભવસાગર તરી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રામાં જોવા મળ્યા અવનવા કરતબો-જુઓ Video

નવાઈની વાત એ છે કે જ્યારે પણ ભગવાનનો રથ શહેરની યાત્રા માટે નીકળે છે ત્યારે તેના પૈડાં એક સમાધિની સામે થંભી જાય છે. આ બાબત દરેકને આશ્ચર્યમાં મૂકે છે કે વિશ્વના ભગવાનનો રથ મંદિરની સામે શા માટે અટકે છે. તેની પાછળની વાર્તા અહીં જાણો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ભગવાન જગન્નાથનો રથ સમાધિ પર કેમ અટકે છે

દરેકના મનમાં આ પ્રશ્ન ચોક્કસપણે આવે છે કે આખરે આ કોની સમાધિ છે, જેની સામે ભગવાન જગન્નાથનો રથ પણ અટકે છે. તો જાણો તે વાત. એવું માનવામાં આવે છે કે સાલબેગ નામનો મુસ્લિમ ભગવાન જગન્નાથનો  મોટો ભક્ત હતો. ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ અપાર હતી. એક દિવસ ભગવાન જગન્નાથે તેમના વિશિષ્ટ ભક્તને સ્વપ્નમાં દર્શન આપ્યા, સાલબેગે તેમના ભગવાનના દર્શન થતાંની સાથે જ પોતાનો જીવ છોડી દીધો. આ ઘટના બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે શહેરના પ્રવાસ દરમિયાન અચાનક રથનું પૈડું સમાધિની સામે થંભી ગયું હતું.

સમાધિ પાસે રોકવામાં આવે છે રથ

આ દરમિયાન રથયાત્રામાં ઉપસ્થિત હજારો-લાખો લોકોની ભીડે ભગવાન જગન્નાથને તેમના વિશિષ્ટ ભક્ત સાલબેગની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી, ત્યારબાદ જ રથ શહેરમાં ફરવા માટે આગળ નીકળ્યો હતો. ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલુ છે. દર વર્ષે જ્યારે પણ ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે પુરીમાં શહેરની યાત્રા પર જાય છે, ત્યારે તેમના રથને સાલબેગની સમાધિની સામે થોડીવાર માટે રોકી દેવામાં આવે છે.

શું છે રથયાત્રા પાછળની કથા

રથયાત્રાની ખાસ વાત એ છે કે ભગવાન જગન્નાથનો રથ પાછળ ચાલે છે. તેમની નાની બહેન સુભદ્રાનો રથ મધ્યમાં અને મોટા ભાઈ બલરામનો રથ આગળ ચાલે છે. ત્રણેય ભાઈ-બહેન તેમના માસીના ઘરે જાય છે. આની પાછળ એક દંતકથા છે. એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાએ એકવાર શહેરની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જે બાદ ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ સાથે નાની બહેન સાથે શહેરની યાત્રા કરવા ગયા હતા. આ દરમિયાન તે તેની માસીના ઘરે પણ ગયા હતા. તેઓ ત્યાં 7 દિવસ રોકાયા.આ જ માન્યતા પ્રમાણે દર વર્ષે પુરીમાં ખૂબ જ ધામધૂમથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article