ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં વપરાશ માટે સાગનું લાકડું મહારાષ્ટ્રના ચંદ્રપુરના બલ્લારપુર ડેપોથી મોકલવામાં આવી રહ્યું છે. આ માટે મંદિર ખાતે કાષ્ઠ પૂજન કાર્યક્રમનું આયોજન પણ થશે. મહારાષ્ટ્રના મંત્રીઓ ઉપરાંત ઉત્તર પ્રદેશના મંત્રીઓ તથા ભાજપના કાર્યકરો અને વિશાળ જનમેદની આ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી પણ શક્યતા છે. ચંદ્રપુરના બલ્લારપુર ખાતેથી શ્રી રામ મંદિરના નિર્માણ માટે સાગના લાકડા અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રામ મંદિરનું લગભગ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે. મંદિરનું ગર્ભગૃહ પણ આકાર લઈ રહ્યું છે.
5 ઓગસ્ટ 2020 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કરીને રામ જન્મભૂમિ સંકુલમાં મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી. રામ મંદિરના દ્વાર માટે લાકડાની વાત આવી એટલે ટ્રસ્ટ દ્વારા એક્સપર્ટની સલાહ લેવામાં આવી ત્યારબાદ બલ્લારપુર ખાતેથી આ સાગના લાકડા મંગાવવામાં આવ્યા છે.
After taking opinion of experts, Sagwan wood from Ballarpur on Chandrapur district of Maharashtra has been chosen for making gates in Shri Ram Janmabhoomi Mandir.
The wood consignment will leave from Ballarpur on 29th March 2023 after pujan by Sants and devotees. pic.twitter.com/gnxzJjuL3R
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 27, 2023
આ પણ વાંચો : અયોધ્યાના Ram Mandir માં આ દિવસે બિરાજમાન થશે ભગવાન શ્રી રામ, ગર્ભગૃહનો ફોટો આવ્યો સામે
ચંદ્રપુર એ મહારાષ્ટ્રના પૂર્વમાં સ્થિત છે. અહીં ગોંડકાલીન પ્રાચીન ઐતિહાસિક ધરોહર છે. ખાસ કરીને મહાકાલી દેવી, અંચલેશ્વર મંદિર જે 550 વર્ષ પ્રાચીન ગોંડ રાજાઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં પ્રાચીન કિલ્લાઓ પણ આવેલા છે. ચંદ્રપુરના જંગલોમાંથી મળતું સાગનું લાકડું ભારતભરમાં જાણીતું છે અને તેને પ્રીમિયર કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રામ મંદિરના નિર્માણમાં 1800 ક્યુબિક મિટર લાકડાનો ઉપયોગ થનાર છે જે તમામ લાકડું ચંદ્રપુરથી મોકલવામાં આવ્યું છે.
ચંદ્રપુરથી લવાયેલ આ લાકડું કે જેમાંથી મંદિરનો ભવ્ય દ્વાર બનાવવામાં આવશે. મહત્વનું છે કે મંદિરના દ્વાર સાથે તમામ વસ્તુઓ વિવિધ અજાયબીઓ સાથે કે જે લોકોને નવાઈ લાગે તેવી રીતે બનાવવામાં આવી રહી છે. જે આગામી સમયમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનશે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…