તમે ફિલ્મો અને ટીવી સીરિયલમાં જોયું હશે કે, જે લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે. તેની છેલ્લી ઈચ્છા કેમ પુછવામાં આવે છે?તમે સાંભળ્યું હશે કે, કેટલાક લોકો પોતાની છેલ્લી ઈચ્છામાં પોતાની પસંદનું જમવાનું માંગે છે. તો કેટલાક લોકોની છેલ્લી ઈચ્છા તેના પરિવારને મળવાની હોય છે.કોઈ પણ કેસમાં ગુનેગારને મૃત્યુદંડની સજા આપતા પહેલા, કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે.
છેલ્લી ઈચ્છા કેમ પૂછવામાં આવે છે?
આ નિયમોમાંથી એક છે તેની છેલ્લી ઈચ્છા પૂછવી. શું તમે જાણો છો કે ફાંસી આપતા પહેલા ગુનેગારની છેલ્લી ઈચ્છા કેમ પૂછવામાં આવે છે? ફાંસી આપતા પહેલા છેલ્લી ઈચ્છા પૂછવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?કોઈ કેદીને ફાંસી આપ્યા પહેલા તેની છેલ્લી ઈચ્છા પુરી કરવાનો નિયમ સદીઓથી ચાલી રહ્યો છે. આની શરુઆત કઈ રીતે થઈ તેની જાણકારી ઉપલ્બધ નથી. કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,આ પરંપરા ઈંગ્લેન્ડમાં 18મી સદીથી શરુ થઈ હતી. તેની છેલ્લી ઈચ્છા પુરી કરવાની પરંપરા જુની છે. ધીમે ધીમે આ પરંપરા અન્ય દેશોમાં પણ ફેલાઇ છે.
મૃત્યું પહેલા તેની છેલ્લી છેલ્લી ઈચ્છા
બધાના મનમાં એક સવાલ જરુર આવે છે કે, આખરે ફાંસી આપ્યા પહેલા દોષીની જરુરી ઈચ્છા કેમ પુછવામાં આવે છે? આની પાછળ કારણ એવું છે કે, તેમને છેલ્લી ઈચ્છા એટલા માટે પુછવામાં આવે છે કે, જો મૃત્યું પહેલા તેની છેલ્લી ઈચ્છા પુરી ન કરવામાં આવે તો તેની આત્મા ભટકતી રહે છે. આ કારણ છે કે, આજે પણ મરનારની છેલ્લી ઈચ્છા પુછવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જેલના મૈનુઅલમાં છેલ્લી ઈચ્છા પૂછવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ જેલમાં તે એક પરંપરા તરીકે ચાલી આવી છે.
એક ઈન્ટરવ્યુમાં જેલ ઓફિસરે જણાવ્યું હતુ કે,જેલ મેન્યુઅલમાં ગુનેગારની છેલ્લી ઇચ્છાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો નથી કારણ કે, આના કારણે ઘણા ગુનેગારો તેમની ફાંસી રદ કરવાની માંગ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે આ એક પરંપરા તરીકે ચાલી રહ્યું છે.છેલ્લી ઇચ્છા તરીકે, ગુનેગારને પૂછવામાં આવે છે કે તે શું ખાવા માંગે છે, તેના પરિવારને મળવા માંગે છે અથવા કોઈ પૂજારી કે મૌલવીને મળવા માંગે છે. ઉપરાંત, તેને ધાર્મિક પુસ્તક વાંચવાની પણ પરવાનગી આપવામાં આવે છે.
જે વસ્તુની તમને જાણ નથી તેના વિશે તમે માહિતગાર બનશો. તો તે માટે વધુ સમાચાર વાંચવા માટે કામની વાત પર ક્લિક કરો