ચક્રવાતનું ‘આઈલા’, ‘અમ્ફાન’, ‘આસાની’ના અલગ-અલગ નામ કેમ છે ?

|

May 09, 2022 | 8:37 AM

વર્ષ 2020માં વાવાઝોડાના (cyclone) નામકરણ માટે 169 નામની નવી યાદી બનાવવામાં આવી હતી. જેમાં 13 દેશોએ 13-13 નામ સૂચવ્યા હતા. અગાઉ 8 દેશોએ 64 નામ આપ્યા હતા.

ચક્રવાતનું આઈલા, અમ્ફાન, આસાનીના અલગ-અલગ નામ કેમ છે ?
cyclones Asan (symbolic image)

Follow us on

ચક્રવાત (Cyclone) એક જ સમયે વિશ્વમાં ઘણી જગ્યાએ આવી શકે છે. આવી સ્થિતિમાં દર વર્ષે આવતા વાવાઝોડાના (Cyclone) નામ ‘તાઉતે (Tauktae)‘, ‘આઈલા’, ‘અમ્ફાન’, ‘અસાની’ લોકો માટે ઉત્સુકતાનું કારણ બને છે. આ ચક્રવાતને શ્રીલંકાએ (Sri Lanka) ‘અસાની’ નામ આપ્યું છે, જેનો સિંહાલી ભાષામાં અર્થ થાય છે ગુસ્સો. રવિવારે સવારે બંગાળની ખાડીમાં (Bay of Bengal) સર્જાયેલ ચક્રવાત ‘અસાની’ (Asani) ભારતના પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે.

યુનાઈટેડ નેશન્સ હેઠળની એજન્સી વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અનુસાર, કોઈ ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા સમગ્ર વિશ્વમાં એક સમયે એક કરતા વધુ ચક્રવાત હોઈ શકે છે અને તે એક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલુ રહી શકે છે. તેથી દરેક ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને મૂંઝવણ ટાળવા, આપત્તિના જોખમની જાગૃતિ, વ્યવસ્થાપન અને રાહત કાર્યમાં મદદ કરવા માટે એક નામ આપવામાં આવ્યું છે. ટૂંકું અને બોલવામાં સરળ નામ ભૂલની શક્યતા ઓછી બનાવે છે.

1900 ના દાયકાની મધ્યમાં વાવાઝોડા માટે સ્ત્રીના નામનો ઉપયોગ કરાતો

1953 થી, યુ.એસ.માં નેશનલ હરિકેન સેન્ટર દ્વારા તૈયાર કરાયેલી યાદીઓમાંથી એટલાન્ટિક ઉષ્ણકટિબંધીય તોફાનોનું નામ આપવામાં આવ્યું છે. શરૂઆતમાં તોફાનોને મનસ્વી નામો આપવામાં આવ્યા હતા. 1900 ના દાયકાના મધ્યભાગથી તોફાનો માટે સ્ત્રીના નામોનો ઉપયોગ થવાનું શરૂ થયું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

WMOએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે હવામાનશાસ્ત્રીઓએ પછીથી એક તૈયાર યાદી સાથે વધુ સંગઠિત અને કાર્યક્ષમ સિસ્ટમ દ્વારા વાવાઝોડાને નામ આપવાનો નિર્ણય કર્યો હતો. વિશ્વભરમાં છ પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો (RSMCs) અને પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રો છે, જે સલાહ આપવા અને ચક્રવાતી તોફાનોને નામ આપવા માટે ફરજિયાત છે.

ભારત હવામાન વિભાગ (IMD) એ RSMCs પૈકીનું એક છે અને તેને ઉત્તર હિંદ મહાસાગરમાં બનેલા કોઈપણ ચક્રવાતને નામ આપવાનું કામ સોંપવામાં આવે છે જ્યારે તેઓ 62 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપે પહોંચે છે. IMD ઉત્તર હિંદ મહાસાગરમાં 13 દેશોને ચક્રવાત અને વાવાઝોડાની સલાહ આપે છે.

વર્ષ 2020માં 13 દેશોએ 13-13 નામ આપ્યા

વર્ષ 2020માં વાવાઝોડાના નામકરણ માટે 169 નામની નવી યાદી બનાવવામાં આવી હતી. જેમાં 13 દેશોએ 13-13 નામ સૂચવ્યા હતા. અગાઉ 8 દેશોએ 64 નામ આપ્યા હતા. ભારતે ‘ગતિ’, ‘મેઘ’, ‘આકાશ’, બાંગ્લાદેશે ‘અગ્નિ’, ‘હેલન’ અને ‘ફાની’ અને ‘પાકિસ્તાને ‘લૈલા’, ‘નરગીસ’ અને ‘બુલબુલ’ નામ રાખ્યું હતું.

Next Article