વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નું તકનીકી સલાહકાર જૂથ કોવેક્સિન (Covaxin) પર ભારતના ડેટાની સમીક્ષા કરી રહ્યું છે. આ સ્થિતિમાં આપાતકાલીન ઉપયોગ માટે રસીની સૂચિમાં કોવેક્સિન રસીના સમાવેશ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. WHOના પ્રવક્તાએ આ જાણકારી આપી છે. માર્ગારેટ હેરિસે (Margaret Harris) યુએનની પ્રેસ બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે, બધું સારું થાય અને બધું સારું રહેશે. ઉપરાંત જો સમિતિ ડેટાથી સંતુષ્ટ છે, તો અમને 24 કલાકની અંદર આ રસીની તાત્કાલિક ભલામણ મેળવી શકીએ છીએ.
ભારતમાં લાખો લોકોને ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા સ્થાનિક રીતે બનાવવામાં આવેલી કોવેક્સિન મળી છે. પરંતુ WHO દ્વારા મંજૂરી ન મળવાને કારણે તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકતા નથી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, WHO પ્રવક્તાએ કહ્યું કે, ભારતમાં ઉત્પાદિત કોવેક્સિનની સમીક્ષા આજે કરવામાં આવી રહી છે.
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે તેમને લાગે છે કે આગામી 24 કલાકમાં કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી શકે છે. WHO એ અગાઉ ભારપૂર્વક જણાવ્યું હતું કે રસી સલામત અને અસરકારક છે તેની ખાતરી કરવા માટે રસીનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું આવશ્યક છે.
વેક્સિનની મંજૂરીમાં વિલંબ અંગે WHOએ શું કહ્યું ?
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોવેક્સીન વિકસાવી છે. તેણે રસીના ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) માટે 19 એપ્રિલના રોજ WHOને EOI સબમિટ કરી હતી. રસીની મંજૂરીમાં વિલંબને લઈને WHOએ કહ્યું કે તે ઈમરજન્સી ઉપયોગ માટે કોઈ પણ પ્રોડક્ટને મંજૂરી આપતા પહેલા સુરક્ષામાં કોઈ ઘટાડો કરી શકે નહીં.
તેમાં કહેવામાં આવ્યું છે કે અમે રસી સુરક્ષિત અને અસરકારક છે તેની ખાતરી કરવા માટે તેનું સંપૂર્ણ મૂલ્યાંકન કરીએ છીએ. WHOએ કહ્યું કે ભારત બાયોટેક નિયમિત ધોરણે ડેટા પ્રદાન કરે છે અને નિષ્ણાતોએ આ ડેટાની સમીક્ષા કરી છે.
વિદેશ પ્રવાસ કરતા ભારતીયોને રાહત મળશે
જો WHO તરફથી ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે છે, તો તે ભારતીયો માટે ઘણો ફાયદો થશે જેમને રસી લીધી છે. આ એટલા માટે છે કારણ કે રસી મેળવનારા ભારતીયો કોઈ પણ સમસ્યા વિના આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકશે. રસીની મંજૂરીમાં વિલંબથી એવા વિદ્યાર્થીઓ અને વેપારીઓને અસર થઈ રહી છે જેઓ એવા દેશોમાં પ્રવાસ કરવા માગે છે જ્યાં WHO દ્વારા મંજૂર કરાયેલી રસી હોવી ફરજિયાત છે.
આ પણ વાંચો : સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને આહ્વાન કર્યું, અનુશાસન અને એકતા દાખવવી પડશે, ભાજપ પર સાધ્યું નિશાન
આ પણ વાંચો : શું SC અને STને સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત મળશે? સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય અનામત રાખ્યો