સોનાની તેજી આ ગોલ્ડન બાબાને નડતી નથી, 4 લાખના ચંપલ અને 5 કરોડના પહેરે છે આભુષણો

યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં ગોલ્ડન ગુગલ બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેની ખાસિયત એ છે કે, તેના શરીર પર 5 કરોડનું તો ખાલી સોનું પહેરે છે. તો ચાલો જાણીએ કોણ છે આ ગોલ્ડન બાબા.

સોનાની તેજી આ ગોલ્ડન બાબાને નડતી નથી, 4 લાખના ચંપલ અને 5 કરોડના પહેરે છે આભુષણો
| Updated on: Jan 16, 2026 | 2:02 PM

22 કેરેટ સોનાનો 1,31,690 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,660 પર પહોંચી ગયો છે. પરંતુ સોનું કે ચાંદી ગમે એટલું મોંઘુ હોય પણ આ ગોલ્ડન બાબાને તેની કોઈ અસર થતી નથી.યુપીના પ્રયાગરાજમાં લાગેલા માઘ મેળામાં ગોલ્ડન બાબા ખુબ ચર્ચામાં છે. ગોલ્ડન ગુગલ બાબાની ખાસિયત એ છે કે, તે માથાથી લઈ પગ સુધી કરોડો રુપિયાના આભુષણ પહેરે છે. આટલું જ નહી તે ચાંદીના વાસણમાં તો જમે છે અને પાણી પણ ચાંદીના વાસણમાં પીએ છે. મહત્વની વાત એ છે કે, તેની પાસે 4.5 લાખ રુપિયાના ચાંદીના તો માત્ર ચંપલ પહેરે છે.

ગોલ્ડન ગુગલ બાબની ખાસિયત શું છે?

પ્રયાગરાજની સંગમ રેતી પર આસ્થાનું મહાપર્વ માઘ મેળો ચાલી રહ્યો છે. સાધું-સંતો તેમજ શ્રદ્ધાળુઓ વચ્ચે અહી એક બાબા ચર્ચામાં આવ્યા છે. જેનું ભવ્ય સ્વરુપ દરેકને ચોંકાવી દે છે. માથાથી લઈ પગ સુધી સોના-ચાંદીથી લથપથ ગુગલ ગોલ્ડન બાબા આ માધ મેળાનું સૌથી આકર્ષણ રહ્યા છે.

સાદગી અને વૈરાગ્ય માટે ઓળખાતા સંત સમાજ વચ્ચે ગુગલ ગોલ્ડન બાબાનો આ અનોખો અંદાજે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. બાબાના શરીર પર માથા થી લઈ પગ સુધી અંદાજે 5 કરોડ ના સોના ચાંદી હોય છે. હાથમાં મોટા કંગન અને ચેન,આંગળીઓમાં જદેવી -દેવતાની સોનાની વીંટી તેમજ સોનામાં ચાંદીનો શંખ તેમજ રુદ્રાક્ષ માળા પણ જોવા મળી રહી છે.

બાબાનું અસલી નામ શું છે?

ગુગલ ગોલ્ડન બાબાનું અસલી નામ મનોજ આનંદ મહારાજ છે. તે ઉત્તરપ્રદેશના કાનપુરના રહેવાસી છે. બાબા માત્ર આભુષણમાં નહી પરંતુ પોતાની રોજિંદી લાઈફમાં ચાંદીના વાસણનો ઉપયોગ કરે છે. ચાંદીના વાસણમાં જમે છે અને પાણી પણ ચાંદીના વાસણમાં પીએ છે. બાબાના માથા પર ચાંદીનું મુકુટ છે. જેના પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો લાગેલો છે.

ચોરી કે નુકસાનનો કોઈ ડર નથી

ગુગલ ગોલ્ડન બાબા નીમ કરૌલી બાબાના ભક્ત છે અને છેલ્લા 20 વર્ષથી સોના અને ચાંદીના દાગીના પહેરે છે. બાબા પાસે લડ્ડુ ગોપાલની એક ખાસ સોનાની મૂર્તિ પણ છે, જે તેઓ હંમેશા તેમના હાથમાં રાખે છે. બાબાનો દાવો છે કે, તેમને ચોરી કે નુકસાનનો કોઈ ડર નથી કારણ કે તેમના રક્ષક લડ્ડુ ગોપાલ પોતે છે.ભક્તિ અને ભવ્યતાનો આ અનોખો સંગમ આ વર્ષે પ્રયાગરાજ માઘ મેળાની ઓળખ બની ગયો છે. ગૂગલ ગોલ્ડન બાબા ફક્ત મેળામાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયા છે. સાધુ માઘ મેળામાં તેમની મોંઘી કાર માટે ચર્ચામાં હતા, પરંતુ હવે ગોલ્ડન બાબા તેમના આભુષણ માટે ચર્ચામાં છે.

સોનું એ કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આભૂષણો અને સિક્કા બનાવવા માટે થાય છે. એ જ રીતે, ચાંદી પણ એક કિંમતી ધાતુ છે. અહી ક્લિક કરો