એક કોર્પોરેટરને તેના વિસ્તારના વિકાસ કામો માટે દર વર્ષે કેટલી ગ્રાન્ટ મળે છે? જાણો નગરસેવકની કામગીરી અને વોર્ડ બજેટની સંપૂર્ણ વિગતો

આપણા વિસ્તાર કે શહેરમાં જ્યારે પણ રસ્તા, પાણી કે ગટર જેવી સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે સૌથી પહેલો વિચાર 'કોર્પોરેટર' એટલે કે નગરસેવકનો આવે છે. એવામાં ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે, શું એક કોર્પોરેટર પાસે ખરેખર એટલી સત્તા હોય છે કે, તે આ સમસ્યાઓ દૂર કરી શકે?

એક કોર્પોરેટરને તેના વિસ્તારના વિકાસ કામો માટે દર વર્ષે કેટલી ગ્રાન્ટ મળે છે? જાણો નગરસેવકની કામગીરી અને વોર્ડ બજેટની સંપૂર્ણ વિગતો
| Updated on: Apr 25, 2026 | 7:28 PM

ભારતીય લોકશાહીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ખૂબ મહત્વ છે. એવામાં જ્યારે શહેરના વિકાસની વાત આવે, ત્યારે સૌથી પહેલું નામ ‘નગરસેવક’ એટલે કે કોર્પોરેટરનું આવે છે. સામાન્ય જનતા માટે સરકારનો સૌથી નજીકનો ચહેરો કોર્પોરેટર હોય છે. એવામાં શું તમે જાણો છો કે, એક કોર્પોરેટર પાસે કેટલી સત્તા હોય છે?

કોર્પોરેટર એટલે કોણ?

મહાનગરપાલિકા કે નગરપાલિકાના ચોક્કસ વિસ્તારને ‘વોર્ડ’ કહેવામાં આવે છે. આ વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિને કોર્પોરેટર અથવા નગરસેવક કહેવામાં આવે છે. તેમનું મુખ્ય કાર્ય સ્થાનિક સ્તરે જનતાના પ્રશ્નોને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચાડવાનું અને તેનો ઉકેલ લાવવાનું છે.

કોર્પોરેટરના મુખ્ય પાવર અને જવાબદારીઓ

કોર્પોરેટર પાસે કાયદાકીય રીતે ઘણી સત્તાઓ હોય છે, જેનો ઉપયોગ તે વોર્ડના વિકાસ માટે કરે છે.

  • મૂળભૂત સુવિધાઓ: વોર્ડમાં પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાઓનું સમારકામ અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાની સત્તા.
  • નિરીક્ષણની સત્તા: વોર્ડમાં ચાલી રહેલા સરકારી કામો (જેમ કે નવા રસ્તા કે ગટર લાઈન) નું નિરીક્ષણ કરી શકે છે. જો કામ નબળું હોય તો તે અધિકારીઓને રિપોર્ટ કરી શકે છે.
  • આરોગ્ય અને શિક્ષણ: મ્યુનિસિપલ શાળાઓ અને સરકારી દવાખાનાઓની સુવિધાઓ વ્યવસ્થિત ચાલે છે કે નહીં, તે જોવાની જવાબદારી.
  • સફાઈ અભિયાન: વોર્ડમાં કચરાનો નિકાલ અને નિયમિત સફાઈ થાય તે સુનિશ્ચિત કરવું.
  • જનતાનો અવાજ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા (General Board) માં પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવવા અને બજેટમાં પોતાના વોર્ડ માટે ગ્રાન્ટ મંજૂર કરાવવી.

વિકાસ માટે કેટલો ખર્ચ કરી શકે છે? (બજેટ અને ફંડ)

કોર્પોરેટર પાસે સીધી રોકડ રકમ નથી હોતી પરંતુ તેમને દર વર્ષે ‘કોર્પોરેટર બજેટ’ ફાળવવામાં આવે છે.

  1. વ્યક્તિગત ગ્રાન્ટ: ગુજરાતની મોટી મહાનગરપાલિકાઓમાં એક કોર્પોરેટરને વર્ષે આશરે ₹20 લાખથી ₹50 લાખ સુધીની ગ્રાન્ટ મળે છે. (આ રકમ શહેર મુજબ અલગ હોઈ શકે છે).
  2. વોર્ડ કમિટી ફંડ: આ ફંડ દ્વારા કોર્પોરેટર પોતાના વિસ્તારમાં નાના કામો જેવા કે, સોસાયટીમાં પેવર બ્લોક નાખવા, બગીચામાં બાંકડા મુકવા, સ્થાનિક લાઈબ્રેરી કે જીમમાં સાધનો અપાવવા વગેરે…
  3. મોટા પ્રોજેક્ટ્સ: જો વોર્ડમાં મોટો બ્રિજ કે ગાર્ડન બનાવવો હોય, તો કોર્પોરેટર કોર્પોરેશનના મુખ્ય બજેટમાંથી કરોડો રૂપિયાના કામો મંજૂર કરાવી શકે છે.

કોર્પોરેટરની અન્ય સત્તા

  1. પ્રમાણપત્ર: સામાન્ય નાગરિકોને આવકના દાખલા, રેશનકાર્ડ કે બીજી સરકારી કામો માટે ઓળખના પુરાવા તરીકે સહી-સિક્કા કરી આપવાની સત્તા.
  2. અધિકારીઓ સાથે સંકલન: વોર્ડના એન્જિનિયર અને ડેપ્યુટી કમિશનર સાથે સીધી મીટિંગ કરી કામ ઝડપી કરાવવાની ક્ષમતા.

નગરસેવક એ જનતા અને તંત્ર વચ્ચેની મહત્વની કડી છે. જો તમારી આસપાસ રસ્તા, ગટર કે પાણીની સમસ્યા હોય, તો તમે સીધો તમારા કોર્પોરેટરનો સંપર્ક કરી શકો છો.

સરપંચથી લઈને રાષ્ટ્રપતિ સુધી… જાણો કોને કેટલો મળે છે ‘પગાર’ અને નિવૃત્તિ પછીની ‘આજીવન સુવિધાઓ’

Follow Us