WHOએ વર્ષ 2020ના અંત સુધીમાં કોરોના વેક્સીન મળી જવાના સંકેત આપ્યા, જાણો વેક્સિનની શું છે સ્થિતિ

|

Oct 10, 2020 | 6:59 PM

દુનિયાભરમાં કોરોના વેક્સીન માટે સંશોધન અને પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે. અમેરિકા, રશિયા અને ચીન સહિતના દેશોએ રસી શોધી કાઢવાના અને જલ્દી અમલમાં મુકવાના દાવા કર્યા છે, પરંતુ હજુ સ્થિતિ સ્પષ્ટ નજરે પડી નથી. વૈશ્વિક કયાસો વચ્ચે World Health Organisation -WHO એ રાહતના સમાચાર આપ્યા છે.  WHO અધ્યક્ષ ટેડ્રોસ એડનોમ ગ્રેબિયસસએ વર્ષ 2020માં જ કોરોના […]

WHOએ વર્ષ 2020ના અંત સુધીમાં કોરોના વેક્સીન મળી જવાના સંકેત આપ્યા, જાણો વેક્સિનની શું છે સ્થિતિ

Follow us on

દુનિયાભરમાં કોરોના વેક્સીન માટે સંશોધન અને પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે. અમેરિકા, રશિયા અને ચીન સહિતના દેશોએ રસી શોધી કાઢવાના અને જલ્દી અમલમાં મુકવાના દાવા કર્યા છે, પરંતુ હજુ સ્થિતિ સ્પષ્ટ નજરે પડી નથી. વૈશ્વિક કયાસો વચ્ચે World Health Organisation -WHO એ રાહતના સમાચાર આપ્યા છે.  WHO અધ્યક્ષ ટેડ્રોસ એડનોમ ગ્રેબિયસસએ વર્ષ 2020માં જ કોરોના વેક્સીન તૈયાર થઇ જવાની માહિતી આપી છે. WHOની એક્ઝિક્યુટિવ બોર્ડ મિટિંગમાં ટેડ્રોસે સંકેત આપ્યા છે કે તેમને આશા છે કે વર્ષના અંત સુધીમાં વેક્સીન ઉપલબ્ધ થઇ જશે. કોરોના સામેની જંગમાં એક થઈ કામ કરવું જરૂરી છે.

 

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

WHO ની વૈશ્વિક સહયોગ યોજના COVAX માં 168 દેશ જોડાયા પણ અમેરિકા, રશિયા અને ચીન સામેલ નહીં

World Health Organisation -WHOની સંયુક્ત પરિયોજના COVAXમાં વિશ્વના 168 દેશ જોડાયા છે, પરંતુ અમેરિકા, રશિયા અને ચીન તેનો ભાગ બન્યા નથી. COVAX  પાછળનો હેતુ  વેકસીન ડેવલોપમેન્ટ, પ્રોડક્શન અને છેલ્લા વ્યક્તિ સુધી વેક્સીન પહોંચવાની કામગીરી હાથ ધરવાનો છે.

ભારતીય વેક્સીન સસ્તી અને અસરદાર રહેશે  

ICMR-NIV અને ભારત બાયોટેક સ્વદેશી વેક્સીન તૈયાર કરી રહી છે. ભારતીય વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ફેઝ -2 હેઠળ ચાલી રહ્યું છે.ભારત બાયોટેકના સૂત્રોએ વેક્સીન સસ્તી અને અસરદાર રહેવાની આશા વ્યક્ત કરી છે. વેક્સિનની કિંમત હજુ સુધી નક્કી કે જાહેર નથી કરાઈ પણ વેક્સીન વર્ષ 2021ના પ્રારંભિક તબક્કામાં મળવાના સંકેત મળી રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફાયઝરની વેક્સીન ડિસેમ્બરમાં મળવાના સંકેત

ફાયઝર ફાર્માસ્યુટિકલ્સ કંપની આ મહિનાના અંત સુધી રેગ્યુલેટરી ઓથોરિટીથી એપ્રુલ મેળવી લેવાની તૈયારી બતાવી રહી છે. વર્ષના અંતિમ તબક્કામાં વેક્સીન બજારમાં લાવી દેવાની કંપની આશા સેવી રહી છે.ફૈઝરે 10 કરોડ ડોઝ માટે અમેરિકા સરકાર સાથે 2 અબજ ડોલરમાં ડીલ કરી છે.

અમેરિકન વેક્સીન  mRNA 1273 વયસ્કો માટે મહત્વની રહેશે

અમેરિકન કંપની Moderna Incની વેક્સીન વયસ્કો માટે સકારાત્મક પરિણામ આપવાની આશા છે. મોડર્ન પણ 2020માં જ વેક્સીન લાવવા તૈયારી કરી રહી છે. વેક્સીન mRNA 1273નું ત્રીજા ચરણનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

વેક્સીન નિર્માણમાં યુરોપ પણ પાછળ નથી

યુરીપિયન મેડિસિન એજન્સી EMA  અનુસાર કોરોના વેક્સિનની દોડમાં યુરોપની વેક્સીન ઘણી આગળ છે. યુરોપમાં સંશોધનની પ્રક્રિયા બે યુનિવર્સીટીની દેખરેખ હેઠળ ચાલી રહી છે, જે જલ્દી બજારમાં લાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:59 pm, Sat, 10 October 20

Next Article