વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ (Dr. Tedros ghebreyesus) સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની કોરોના વાયરસને કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ વચ્ચે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાત પ્રવાસ દરમિયાન ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે. ઘેબ્રેયસસ 18મી એપ્રિલે એટલે કે આજે રાજકોટ પહોંચશે જ્યાં તેઓ રાત્રી રોકાણ કરવાના છે. મંગળવારે, તેઓ PM મોદી સાથે જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના શિલાન્યાસમાં હાજરી આપશે.
બુધવારે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં પીએમ મોદી સાથે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 90 થી વધુ વક્તા અને 100 થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. સમિટ વેલનેસ ઉદ્યોગ સાથે સંકળાયેલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતા, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે રોકાણના માર્ગો શોધવામાં મદદ કરશે.
રાજકોટ કલેક્ટર મહેશ બાબુએ રવિવારે જણાવ્યું હતું કે GCTM પરંપરાગત દવાઓ માટે વિશ્વની પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક ચોકી હશે. તેમણે કહ્યું કે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં હાજર રહેશે. વડાપ્રધાન મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થવાનું છે.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ પણ સોમવારે રાજકોટ પહોંચશે. અહીં એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે. તેમના સન્માનમાં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ ખાસ હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ