રેલવેનું ડાયમંડ ક્રોસિંગ શું છે કે જે માત્ર ભારતના નાગપુરમાં જ છે ! જાણો તેમાંથી કેવી રીતે પસાર થાય છે ટ્રેન

|

Nov 11, 2021 | 8:50 AM

રેલવેમાં જુદા જુદા ક્રોસિંગ વિશે લોકો જાણે છે પરંતુ ડાયમંડ ક્રોસિંગ વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે. ડાયમંડ ક્રોસિંગ રેલવેમાં વિશિષ્ટ છે જે ભારતમાં એક જ સ્થળે છે.

રેલવેનું ડાયમંડ ક્રોસિંગ શું છે કે જે માત્ર ભારતના નાગપુરમાં જ છે ! જાણો તેમાંથી કેવી રીતે પસાર થાય છે ટ્રેન
Diamond Crossing Of Railways

Follow us on

રેલવે(Railway)માં ડાયમંડ ક્રોસિંગ અંગે ભાગ્યે જ કોઇએ સાંભળ્યુ હશે. ડાયમંડ ક્રોસિંગ ખૂબ જ ઓછા સંજોગોમાં બનતુ હોય છે. ભારતમાં રેલવે(Indian Railway)નું મોટુ નેટવર્ક હોવા છતા ડાયમંડ ક્રોસિંગ એક કે બે સ્થળે જ છે. તેમાં પણ સવાલો ઉઠી રહ્યા છે કે આ સંપૂર્ણપણે ડાયમંડ રેલવે ક્રોસિંગ(Railway Crossing) નથી ત્યારે સવાલ જરુર થાય કે આ ડાયમંડ ક્રોસિંગ શું છે.

ભારતમાં રેલવેનું મોટુ નેટવર્ક છે. જેમાં ઘણા ટ્રેક એકબીજાને ક્રોસ કરતા રહે છે અને ટ્રેન તેમના અનુસાર પોતાનો રસ્તો બનાવે છે. આ રેલવે ક્રોસિંગ ટ્રેનના રૂટ પ્રમાણે સેટ કરવામાં આવે છે અને પછી ટ્રેન પોતાનો રસ્તો બનાવે છે. આ જ પ્રકારના ટ્રેનના રુટ માટે એક ડાયમંડ ક્રોસિંગ પણ છે જે રેલવે નેટવર્કમાં ખાસ માનવામાં આવે છે.

શું છે ડાયમંડ ક્રોસિંગ?
ડાયમંડ ક્રોસિંગ રેલવેના પાટાઓમાં એક એવો પોઇન્ટ છે જ્યાં ચારેય તરફથી રેલવેના પાટા ક્રોસ કરે છે. જે દેખાવમાં ચાર રસ્તા જેવુ હોય છે. જેવી જ રીતે રોડ પર ચાર રસ્તા કે ટ્રાફિક સિગ્નલ હોય છે તે જ રીતે રેલવે નેટવર્કમાં હોય છે. જેને રેલવેના ચાર રસ્તા પણ કહી શકાય. જેમાં લગભગ 4 રેલવે ટ્રેક હોય છે. જે બે બેના હિસાબે એકબીજાને ક્રોસ કરે છે. તેમાં ચારેય દિશામાંથી ટ્રેન આવે છે.

કેમ મળી ડાયમંડ ક્રોસિંગની ઓળખ ?
રેલવેમાં ચાર રસ્તા એટલે કે ચારેય દિશામાંથી ટ્રેન આવી શકે તેવા પાટા હોય છે. દેખાવમાં તે ડાયમંડ જેવુ લાગે છે. ડાયમંડની જેમ રેલવેના પાટા એકબીજાને છેદતા હોય છે. જેથી તેને ડાયમંડ ક્રોસિંગ કહેવામાં આવે છે. તેમાં એક જગ્યાએ ચાર રેલવે ટ્રેક દેખાય છે અને દેખાવમાં તે હીરાના ક્રોસિંગ જેવા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતમાં ક્યા છે ડાયમંડ ક્રોસિંગ ?
ભારતમાં ડાયમંડ ક્રોસિંગ અંગેની પણ અલગ અલગ માહિતી છે. કહેવાય છે કે ભારતમાં એકમાત્ર ડાયમંડ રેલવે ક્રોસિંગ નાગપુરમાં છે. જ્યાં, ચારે બાજુથી ટ્રેન માટે રેલવે ક્રોસિંગ છે. જો કે, કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અહીં ફક્ત ત્રણ ટ્રેક ઉપલબ્ધ છે, તેથી તેને ડાયમંડ ક્રોસિંગ કહેવામાં આવતું નથી.

મહત્વનું કે પૂર્વમાં ગોંદિયાથી એક ટ્રેક છે, જે હાવડા-રૌકેલા-રાયપુર લાઇન છે. એક ટ્રેક દિલ્હીથી આવે છે, જે ઉત્તરથી આવે છે. એક ટ્રેક પણ દક્ષિણથી આવે છે અને ટ્રેક પણ પશ્ચિમ મુંબઈથી આવે છે. આ સ્થિતિમાં તેને ડાયમંડ ક્રોસિંગ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ મોબાઇલ ફોનને લઇને નાની બાળકી અને વાંદરા વચ્ચે થઇ બબાલ, તમે પણ જુઓ આ Viral Video

આ પણ વાંચોઃ કર્ણાટકના કેટલાક ભાગોમાં ફરી વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

 

Next Article