દુનિયાભરની ઘણી સરકારો અને ખાનગી કંપનીઓ પોતાની પાસે કાચા તેલનો (Crude Oil) સ્ટોક રાખે છે. જો ક્યારેય વીજળીની મોટી કટોકટી આવે છે અથવા તેલના પુરવઠામાં કોઈ મોટી વિક્ષેપ આવે છે, તો તેનો સામનો કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો, કટોકટીની સ્થિતિમાં દેશની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ ક્રૂડ ઓઈલનો ભંડાર છે, જો યુદ્ધ કે અન્ય કોઈ કારણસર ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર પડે તો પણ આ ભંડારમાંથી દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી થાય છે.
આ સિવાય આ ભંડારનો ઉપયોગ તેલની કિંમતોને (Crude Oil Price) નિયંત્રિત કરવા માટે પણ થાય છે. અમેરિકા, ચીન, જાપાન, ભારત, યુકે સહિત વિશ્વના ઘણા દેશોમાં આવો ભંડાર છે. 1973ની ઓઇલ કટોકટી બાદ ભવિષ્યમાં આવી કટોકટીનો સામનો કરવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. તેમાં 30 સભ્યો અને આઠ સહયોગી સભ્યો છે. તમામ સભ્ય દેશોએ ઓછામાં ઓછા 90 દિવસ માટે તેલનો ભંડાર (Crude Oil Stock) રાખવો જરૂરી છે.
ભારત આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીનું સહયોગી સભ્ય છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે, તે ટૂંક સમયમાં તેના Strategic Oil Reserve તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ અથવા તો લગભગ 80 કરોડ લિટર તેલ કાઢશે. ભારત પહેલા અમેરિકાએ (USA) પણ તેના વ્યૂહાત્મક ભંડારમાંથી 50 મિલિયન બેરલ તેલ કાઢવાની જાહેરાત કરી હતી. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને યુનાઈટેડ કિંગડમ પણ આવા જ પગલાં લેવા જઈ રહ્યા છે.
ભારતમાં ક્રૂડ ઓઈલનો ભંડાર ક્યાં છે ?
આટલું તેલ ઓછામાં ઓછા નવ દિવસ માટે ભારતની વપરાશની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું છે. આ ભંડાર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, કર્ણાટકમાં મેંગલોર અને પાદુરમાં બાંધવામાં આવેલી વિશેષ ભૂગર્ભ ટાંકીઓમાં હાજર છે. આવી જ એક ટાંકી ઓડિશાના ચંદીખોલમાં બનાવવામાં આવી રહી છે. રાજસ્થાનના બિકાનેરમાં બીજી ટાંકીની જાહેરાત કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક અનામત સિવાય, ઓઈલ કંપનીઓ ઓછામાં ઓછા 64 દિવસ માટે ક્રૂડ ઓઈલનો ભંડાર રાખે છે.
જો કે ઓપેકના સભ્ય દેશો કે જેઓ આંતરરાષ્ટ્રીય તેલ બજારનું સંચાલન કરે છે તેમની પાસે સૌથી વધુ ક્રૂડ ઓઈલ છે, પરંતુ નોન-ઓપેક દેશોમાં અમેરિકા પાસે સૌથી વધુ તેલનો વ્યૂહાત્મક ભંડાર છે. માહિતી અનુસાર, અમેરિકા પાસે લગભગ 600 મિલિયન બેરલ તેલનો સ્ટોક ઉપલબ્ધ છે. 23 નવેમ્બરના રોજ યુએસ પ્રમુખે તેમાંથી 50 મિલિયન બેરલ તેલ કાઢવાનો આદેશ આપ્યો હતો. વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે અમેરિકાની સાથે ભારત, યુકે, ચીન વગેરે દેશો પણ આવા પગલાં લેશે.
આ પણ વાંચો : તેલંગાણામાં એક શાળામાં 42 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત, તમામને આઇસોલેશનમાં રખાયા
આ પણ વાંચો : Omicron: ભારતમાં ઓમિક્રોનનો એક પણ કેસ નથી, જાણો શા માટે WHOએ તેને ચિંતાજનક પ્રકારનો વાયરસ કહ્યો?