શું છે સરબત ખાલસા, જેની આડમાં અમૃતપાલ સિંહ બચવાનો કરે છે પ્રયાસ

|

Mar 31, 2023 | 9:14 AM

કાયદાને લપેટમાં લેવા અને પંજાબના લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમૃતપાલ સિંહ અવનવી યુક્તિઓ અજમાવી રહ્યો છે. જ્યારે પણ તે વીડિયો રિલીઝ કરે છે, ત્યારે તે શરણાગતિ માટેની શરતો નક્કી કરે છે. હવે તેણે શીખોને ઉશ્કેરવાનો નવો પેતરો રચ્યો છે.

શું છે સરબત ખાલસા, જેની આડમાં અમૃતપાલ સિંહ બચવાનો કરે છે પ્રયાસ

Follow us on

પંજાબની કાયદો અને વ્યવસ્થા માટે પડકાર બની ગયેલા અમૃતપાલ સિંહ છેલ્લા 14 દિવસથી પોલીસ સાથે સંતાકૂકડી રમી રહ્યો છે. હવે અમૃતપાલ સિંહે સરબત ખાલસા બોલાવવા માટે નવો દાવ ખેલ્યો છે. સુરક્ષા એજન્સીઓ તેને પંજાબથી માંડીને નેપાળ સુધી શોધવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે હજુ સુધી પકડાયો નથી. જ્યાં પણ અમૃતપાલની હાજરીની માહિતી મળે છે, પોલીસ તરત જ ત્યાં દરોડા પાડી દે છે. પરંતુ પોલીસને સતત નિષ્ફળતા મળી રહી છે. આ દરમિયાન અમૃતપાલ સિંહનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને વીડિયોમાં કરેલ સંબોધન પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે.

વાસ્તવમાં અમૃતપાલ સિંહે પોતાના વીડિયોમાં, સરબત ખાલસા બોલાવવાની માંગ કરી છે. આખરે આ સરબત ખાલસા શું છે અને તેનું મહત્વ શું છે અને તેને બોલાવવાની માંગ શા માટે છે? ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ.

લેટેસ્ટ વીડિયોમાં અમૃત પાલે શું કહ્યું?

અમૃતપાલ સિંહના આ નિવેદનને સમજવા માટે સૌથી પહેલા જાણી લો કે, તેણે લેટેસ્ટ વીડિયોમાં શું કહ્યું? તેણે કહ્યું- હું ધરપકડથી ડરતો નથી. મારી ધરપકડ અંગે સરકારનો ઈરાદો સ્પષ્ટ નથી. જો તે ઈચ્છતી હોત તો પોલીસ અમારા ઘરે આવી શકતી હતી. એટલે કે તેમણે સુરક્ષા એજન્સીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

 

આ પણ વાંચોઃ Amritpal Singh Audio: ભાગેડું અમૃતપાલ સિંહે વીડિયો કલીપ બાદ આ ઓડિયો જાહેર કરીને કર્યો આવો દાવો

આ વીડિયોમાં તેણે દેશ-વિદેશમાં રહેતા શીખ સમુદાયને કહ્યું છે કે હવે બધાએ સાથે મળીને સરકારી અન્યાય સામે લડવું પડશે. સરકારે આપણા સમાજની મહિલાઓ અને બાળકો પર ઘણો જુલમ ગુજાર્યો છે. આપણે આ સમજવું પડશે. જથેદારે આ મુદ્દાને ગંભીરતાથી સમજીને સરબત ખાલસા બોલાવવો જોઈએ.

શા માટે અમૃતપાલે સરબત ખાલસા બોલાવવાની માંગ કરી?

સરબત ખાલસાને શીખોનો મેળાવડો કહેવામાં આવે છે. જેમાં શીખ સમુદાય સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. તેની શરૂઆત સોળમી સદીમાં જ થઈ હતી. વર્ષોથી શીખ સમુદાય વર્ષમાં બે વખત સરબત ખાલસામાં ભાગ લે છે. જો કે, 19મી સદીમાં મહારાજા રણજીત સિંહે આ પરંપરાને નાબૂદ કરી દીધી હતી.

લગભગ બેસો વર્ષ પછી, 1986 માં, ફરીથી સુવર્ણ મંદિરમાં સરબત ખાલસા બોલાવવામાં આવી. આ એ સમય હતો જ્યારે પંજાબમાં ખાલિસ્તાનની માંગ ચરમસીમાએ હતી અને ચારે બાજુ અશાંતિ ફેલાઈ હતી. આ સમય દરમિયાન શીખોના શાસનની માંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં અન્ય દેશોના શીખો પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ SGPCએ ફરાર અમૃતપાલ પર કહ્યું કે શીખોને બદનામ કરવાનું ષડયંત્ર, પંજાબનું વાતાવરણ બગાડી રહી છે સરકાર…

સમજી શકાય છે કે, અમૃતપાલ સિંહ પંજાબમાં ફરી એ જ માહોલ બનાવવા માંગે છે, જે હેતુ માટે 1986માં સુવર્ણ મંદિરમાં સરબસ ખાલસા બોલાવવામાં આવી હતી. પંજાબના શીખોનો હીરો બનવા માટે તે ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધર્મના નામે તે જથેદારને ભડકાવી રહ્યા છે.

સરબત ખાલસા કોણ બોલાવી શકે ?

સરબત ખાલસા પંજાબના શીખોમાં જૂની પરંપરાનો એક ભાગ છે. પરંતુ તેના સંગઠનને લઈને વિવાદો ઓછા થયા નથી. જો કે, નિષ્ણાતોના મતે, માત્ર અકાલ તખ્તને જ સરબત ખાલસા બોલાવવાનો અધિકાર છે, જેનું નેતૃત્વ જથેદાર કરે છે. પરંતુ મોટો સવાલ એ છે કે, અમૃતપાલના વીડિયો મેસેજના આધારે શું અકાલ તખ્તના જથેદાર સરબત ખાસલા બોલાવી શકે છે?

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article