પ્રોટેમ સ્પીકર એટલે શું ? જાણો કેવી રીતે થાય છે પસંદગી અને શું હોય છે તેમની કામગીરી

લોકસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂકને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે દ્વારા આ પદ માટે સિનિયોરિટીની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પ્રોટેમ સ્પીકર એટલે શું ? તેમની કામગીરી શું હોય છે અને તેમની નિમણૂક કોણ કરે છે.

પ્રોટેમ સ્પીકર એટલે શું ? જાણો કેવી રીતે થાય છે પસંદગી અને શું હોય છે તેમની કામગીરી
Pro-Tem Speaker
| Updated on: Jun 25, 2024 | 7:29 PM

18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કટકના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભર્તૃહરિ મહતાબ કટકથી સાત વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. જો કે, લોકસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂકને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે દ્વારા આ પદ માટે સિનિયોરિટીની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પ્રોટેમ સ્પીકર એટલે શું ? તેમની કામગીરી શું હોય છે અને તેમની નિમણૂક કોણ કરે છે. પ્રોટેમ સ્પીકર એટલે શું ? પ્રોટેમ એ લેટિન શબ્દ પ્રો ટેમ્પોરનું ટૂંકું સ્વરૂપ છે. જેનો અર્થ થાય છે ‘થોડા સમય માટે’. નવા લોકસભા અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર હોવાને કારણે સ્પીકર લોકસભાની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બહુમતીના આધારે સ્પીકરની પસંદગી કરવામાં આવે છે, જો કે, જ્યાં સુધી સ્પીકરની પસંદગી ના કરવામાં આવે ત્યાં સુધી પ્રોટેમ સ્પીકરને લોકસભાની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવા માટે ચૂંટવામાં આવે છે. તેથી જ તો પ્રોટેમ સ્પીકરને ટેમ્પરરી સ્પીકર તરીકે પણ ઓળખવામાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો