ટ્રેન અકસ્માતો અટકાવનાર કવચનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? શું છે આ કવચ ટેકનોલોજી ? જુઓ Video

|

Jun 05, 2023 | 1:25 PM

આ કવચથી લગભગ 2000 કિમી સુધીનો ટ્રેક કવર કરી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. હૈદરાબાદમાં આ વ્યવસ્થાનું સફળ ટ્રાયલ (Trial) કરવામાં આવ્યુ હતુ.

ટ્રેન અકસ્માતો અટકાવનાર કવચનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? શું છે આ કવચ ટેકનોલોજી ? જુઓ Video

Follow us on

ભારતીય રેલ્વેની (Indian railway) સુરક્ષા માટે કવચ વિકસિત થઈ ગયું છે. એક એવી વ્યવસ્થા કે જેના કારણે 2 ટ્રેનો એકબીજા સાથે અથડાશે નહીં. એટલે કે બે ટ્રેનો (Train) ટકરાય એ પહેલાં જ થંભી જશે અને જીરો એક્સિડન્ટનું(Accident) જે ભારતીય રેલવેનું લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવામાં પણ મદદ મળશે. એનું ટ્રાયલ પણ એટલું જ રોમાંચક રહ્યું. જેમાં રેલમંત્રી પોતે ટ્રેનમાં બેઠા હતા. તો ચાલો જાણીએ આ કવચ સિસ્ટમ છે શુંં

આત્મનિર્ભર ભારતનું એક અદભૂત ઉદાહરણ

આ જે આખી સિસ્ટમ છે તેને ATP (Automatic train protection) ટેક્નિક તરીકે જાણવામાં આવે છે.કવચ જે આખી સિસ્ટમ ડેવલપ કરી છે. તેનો એક કિલોમીટર દીઠ ખર્ચ 50 લાખ રૂપિયા છે,એટલે કે 1 કિલોમીટરના ટ્રેકની(Railway track) સુરક્ષા 50 લાખ રૂપિયામાં થશે અને આવા તો 2000 કિલોમીટર સુધીના ટ્રેકને આ કવચથી આવરી લેવાનો લક્ષ્ય છે.જો કે દુનિયાના અન્ય દેશોમાં આ જ પ્રકારની સિસ્ટમ્સ(System) પ્રતિ કિમી 2 કરોડના ખર્ચમાં બને છે.પણ ભારતની આ ઉપલબ્ધિ જ કહેવાય કે તેણે આ સિસ્ટમને ઓછા ખર્ચ સાથે બનાવી.જેને રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશને ભારતીય ઉદ્યોગોએ મળીને આ આખો પ્રોજેક્ટ ઊભો કર્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તો જુઓ એક તરફથી આ ટ્રેન આવી રહી છે. બીજી તરફથી આ એન્જિન. પણ બન્ને જ્યારે એક જ ટ્રેક(Track) પર આમનેસામને આવી જાય છે. તો એમની જાતે જ એ રોકાઈ ગયા.કોઈપણ બ્રેક વિના.કવચ ટેક્નોલોજી એક્ટિવ થતાની સાથે જ એક નિશ્ચિત અંતર પણ એન્જિન અને ટ્રેન રોકાઈ જશે.

કવચને અમલમાં મૂકવાનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે

કવચ ટેક્નોલોજી હાલમાં દેશના કેટલાક રેલવે માર્ગો પર જ ઉપલબ્ધ છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, 31મી ડિસેમ્બર 2022 સુધી, ભારતીય રેલ્વે નેટવર્કના 1,455 કિલોમીટરના રૂટને કવચ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. હાલમાં, દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા કોરિડોર (3,000 રૂટ કિલોમીટર) પર ‘કવચ’ માટે કામ ચાલી રહ્યું છે. આ ટેક્નોલોજી દર વર્ષે 4,000 થી 5,000 કિલોમીટરમાં લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં આવનારા કેટલાક વર્ષોમાં દેશભરના ઘણા મોટા રેલ્વે માર્ગો ‘કવચ’ સિસ્ટમથી સજ્જ થવાની સંભાવના છે.

હવે તમને સવાલ થાય કે આ કઈ રીતે કામ કરે છે ? તો તમને જણાવી દઈએ કે, દરેક ટ્રેન ઉપર એક જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે અને એક આરએફ આઈડી(Radio frequency identifier) આપવામાં આવશે.

રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફાયર

રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફાયર જે રીતે તમારી કારમાં ફાસ્ટેગ લાગેલું હોય અને જ્યારે તમારી ગાડી ટોલબૂથ પરથી પસાર થાય છે, ત્યારે ત્યાં લાગેલું સ્કેનર તેને પકડી લે છે. આ જ રીતે આખા ટ્રેક પર તેને લગાવવામાં આવશે.ટ્રેનની ઉપર આરએફ આઈડી લગાવવામાં આવશે.જેનાથી એ ખાતરી થશે કે ટ્રેન કયા ટ્રેકને ક્રોસ કરી રહી છે.

હવે સેટેલાઈટના માધ્યમથી આ ટ્રેનનું GPS કનેક્ટ કરાવવામાં આવશે.ગ્લોબવ પોઝિશનિંગ સિસ્ટમ (Global positioning syestem) કેટલી ઉપયોગી છે તે આપણે જાણીએ છીએ.ભારત પાસે પોતાની પણ જીપીએસ સિસ્ટમ છે લોકેશનને ક્રોસ ચેક કરાય છે. આરએફ આઈડી અને જીપીએસ બન્નેથી સંપૂર્ણ જાણકારી મેળવી નજીકના રેડિયોસ્ટેશન (Radio station) પર મોકલી આપવામાં આવશે.બીજી ટ્રેનની જાણકારી પણ એમને મળી જશે. જેવી જ એક જ ટ્રેક પર બે ટ્રેનો આવશે. જાતે જ રેડ લાઈટ્સ ઓન થઈ જશે અને આ રેડ લાઈટને ટ્રેક કરતા કવચ એક્ટિવ થઈ જશે.જે ટ્રેનના પૈડાને રોકવા માટે સક્રિય થઈ જશે.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article