What India Thinks Today: ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટે જણાવ્યુ કે PM મોદી વિશે ખૂબ જ અસામાન્ય બાબત એ છે કે તેમણે યુવાનીમાં હિમાલયમાં ઓછામાં ઓછું એક વર્ષ વિતાવ્યુ. તે વખતે તેઓ પૂરતી આધ્યાત્મિક બુદ્ધિ ધરાવતા હતા.

What India Thinks Today: ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા
| Edited By: | Updated on: Feb 28, 2024 | 1:04 PM

What India Thinks Today: દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ના ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ ગ્લોબલ સમિટ 2024ના બીજા દિવસે દેશ-વિદેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો.રાજધાની દિલ્હીમાં આયોજિત ગ્લોબલ સમિટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વડાપ્રધાન મોદીની કામગીરીની પ્રશંસા કરી હતી.

વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ની આ આવૃત્તિ 25 ફેબ્રુઆરીથી શરુ થઇ. કોન્ક્લેવની થીમ ઈન્ડિયાઃ પોઈઝ્ડ ફોર ધ નેક્સ્ટ બિગ લીપ રાખવામાં આવી. 26 ફેબ્રુઆરીએ ગ્લોબલ સમિટના પ્લેટફોર્મ પર સિનેમા ઉપરાંત સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને સંસ્કૃતિને લગતા ઘણા મહત્વપૂર્ણ સત્રો યોજાયા. જેમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત લોકોએ મંચ પર આવીને વિવિધ મુદ્દાઓ પર વાત કરી.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ ટોની એબોટે જણાવ્યુ કે PM મોદી વિશે ખૂબ જ અસામાન્ય બાબત એ છે કે તેમણે યુવાનીમાં હિમાલયમાં ઓછામાં ઓછું એક વર્ષ વિતાવ્યુ. તે વખતે તેઓ પૂરતી આધ્યાત્મિક બુદ્ધિ ધરાવતા હતા. હું એવા વ્યક્તિની પ્રશંસા કરું છું કે જે સમજે છે કે દુનિયા ફક્ત અહીં અને અત્યારે નથી, માત્ર પૈસા અને પૈસાના વિશે જ નથી.


આ સાથે જ TV9 નેટવર્કના વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટ 2024માં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટે આશા વ્યક્ત કરી હતી કે આવનારો સમય ચીન કરતાં ભારત માટે વધુ હશે. તેમણે કહ્યું કે ભારત, એક મહાન શક્તિની ભૂમિકા ભજવવાથી દૂર છે, હંમેશા લોકતાંત્રિક વ્યવસ્થાની તરફેણ કરે છે. તે મજબૂત સામે નબળાને મદદ કરે છે. બાંગ્લાદેશ અને તાઈવાન તેના ઉદાહરણ છે. ટોની એબોટે કહ્યું કે મોટી શક્તિ સાથે મોટી જવાબદારી પણ આવે છે. ભારતે આનું ધ્યાન રાખવું પડશે.