પશ્ચિમ બંગાળના (West Bengal) નદિયા (Nadiya) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. સમાચાર મુજબ આ ઘટના શનિવારે રાત્રે બની હતી. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઉત્તર 24 પરગનાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહ લઈને નવદ્વીપ સ્મશાનગૃહ તરફ જઈ રહ્યા હતા. મેટાડોર ફુલબારી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.
માહિતી અનુસાર, આ દર્દનાક અકસ્માતમાં વાહનના ડ્રાઇવર સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 પુરૂષો અને બાકીની 6 મહિલાઓ છે, મૃતકોમાં એક છ વર્ષની બાળકી પણ સામેલ છે. જાણવા મળ્યું છે કે ઉત્તર 24 પરગનાના બગદા પોલીસ સ્ટેશન વિસ્તારના પરમદાન વિસ્તારની રહેવાસી વૃદ્ધ મહિલા શ્રાબાની મુહુરીનું મૃત્યુ થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતી.
તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અને પડોશીઓ સહિત 40 લોકો ટ્રકમાં નવદ્વીપ જઈ રહ્યા હતા. રાત્રે 2 વાગ્યાની આસપાસ મેટાડોર નાદિયામાં ફુલબારી રમતના મેદાન પાસે સ્ટેટ રોડ પર પાર્ક કરેલ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
पश्चिम बंगाल के नदिया जिले में हुई सड़क दुर्घटना अत्यंत दुःखद है। इसमें जान गँवाने वाले लोगों के परिजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दे। घायलों के शीघ्र ही स्वस्थ होने की कामना करता हूँ।
— Amit Shah (@AmitShah) November 28, 2021
મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું, મદદની ખાતરી આપી
Heartbroken to hear about the road accident in Nadia.
I offer my deepest condolences to the bereaved families and pray for the speedy recovery of those who were injured.
May God give them the strength to get past this difficult time. (1/2)
— Mamata Banerjee (@MamataOfficial) November 28, 2021
અકસ્માત અંગે શોક વ્યક્ત કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે, નદિયામાં થયેલા માર્ગ અકસ્માત વિશે સાંભળીને હૃદય તૂટી ગયું છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની શક્તિ આપે. પશ્ચિમ બંગાળ સરકાર પીડિતોના પરિવારોને તમામ જરૂરી મદદ અને સહાય પૂરી પાડશે. આ દુઃખદ સમયમાં અમે તમારી સાથે છીએ.
આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા
જણાવી દઈએ કે નદિયા જિલ્લાના હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે સ્મશાન ભૂમિના માર્ગ પર થયેલા આ દર્દનાક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે, જેમાં 1 સગીર સહિત 10 પુરૂષ અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. બાકીના 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન પોલીસે તમામને કૃષ્ણનગર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, 1 દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે
આ પણ વાંચો : UPTETનુ પેપર વોટ્સએપ પર થયુ લીક, પરીક્ષા કરાઈ રદ્દ