પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતા સહિત દક્ષિણી જિલ્લાઓમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો અને ઉત્તર બંગાળની ખાડીમાં સિતરંગનું વાવાઝોડું દરિયાકાંઠાની નજીક આવી રહ્યું હોવાથી દિવસભર ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. આ જોતાં દિવાળીની ઉજવણીમાં ખલેલ પહોંચવાનો ભય ઉભો થયો છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, તોફાન 25 ઓક્ટોબરની વહેલી સવારે બાંગ્લાદેશના તિકોણા અને સંદ્વીપ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને લઈ NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
કેનિંગના સબ-ડિવિઝનલ ઓફિસર એ. ઝિયાએ કહ્યું કે અમે દવાઓ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. અમે સુનિશ્ચિત કરીશું કે કિનારા પર કોઈ હિલચાલ ન થાય અને માછીમારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઈન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે.
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. કોલકાતા NDRF અધિકારીએ જણાવ્યું કે સિતરંગ ચક્રવાત પહેલા વહીવટીતંત્રે NDRF ટીમોને ગંગાસાગર, ડાયમંડ હાર્બર, કાકદ્વીપ, ગોસાબામાં બચાવ કામગીરી હાથ ધરવા માટે એલર્ટ મોડ પર મૂકી દીધી છે.
S 24 Parganas, WB | We’ve made arrangements for medicines & ambulances. We’ll ensure there’s no movement on ferry ghats & there’s suspension of fishing activities. Integrated control rooms made to monitor situation. NDRF&SDRF teams deployed: A Zia, Sub-Divisional Officer, Canning pic.twitter.com/1lQ41Rmbfu
— ANI (@ANI) October 24, 2022
હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવારે સવારે વાવાઝોડું સાગર દ્વીપથી લગભગ 430 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત હતું. વાવાઝોડાની ગતિ વધુ વધશે અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જેના કારણે દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના અને મિદનાપુર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ અને 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વરસાદી ઝાપટા પડી શકે છે. પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
South 24 Parganas, WB | NDRF teams deployed at Gangasagar, Diamond Harbour, Kakdwip, Gosaba by the administration ahead of the Sitarang cyclone
Our team is on alert mode to carry out rescue operations: Sankar, NDRF Kolkata pic.twitter.com/k97ljAF5Va
— ANI (@ANI) October 24, 2022
તેમણે કહ્યું કે આ વાવાઝોડાને કારણે ઉત્તર 24 પરગના અને દક્ષિણ 24 પરગનામાં મંગળવારે પણ મુશળધાર વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે કોલકાતા અને તેની નજીકના હાવડા અને હુગલી જિલ્લામાં પણ સોમવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. કોલકાતામાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા રાખી શકાય છે. આ સમય દરમિયાન માછીમારોને 24 અને 25 ઓક્ટોબરના રોજ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Published On - 3:35 pm, Mon, 24 October 22