
પશ્ચિમ બંગાળ (West Bengal) સરકારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ મુક્યો છે. તેને લઈને હવે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જો કે આ કેસને લઈને હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સરકારનું કહેવું છે કે ફિલ્મમાં ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે બનાવટી હકીકતો પર આધારિત છે.
પશ્ચિમ બંગાળ સરકારે તેના સોગંદનામામાં કહ્યું છે કે રાજ્ય સરકારના ગુપ્તચર ઈનપુટ્સથી જાણવા મળ્યું છે કે જો ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે ફિલ્મની વાર્તામાં અભદ્ર ભાષા અને તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે અને જો ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે તો રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે.
પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે ફિલ્મના પ્રદર્શનને કારણે અનેક જૂથો વચ્ચે અથડામણ થઈ શકે છે. સરકારે કહ્યું કે નફરત અને હિંસાની કોઈપણ ઘટનાને ટાળવા માટે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ ગુપ્ત માહિતીના આધારે લેવામાં આવેલ નીતિગત નિર્ણય છે.
પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકીને અરજીકર્તાઓના મૂળભૂત અધિકારોનું કોઈ ઉલ્લંઘન કર્યુ નથી. આર્થિક નુકસાનને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન તરીકે ગણી શકાય નહીં. જો કે આ મામલે હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.
10માં દિવસે ધ કેરલ સ્ટોરીએ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. અહેવાલો અનુસાર આ ફિલ્મે સેકન્ડ સન્ડેના રોજ અંદાજે 23 કરોડ સુધીનો કારોબાર કર્યો છે. ત્યારબાદ હવે ફિલ્મની કમાણી કુલ 135.99 કરોડ સુધી પહોંચી ગઈ છે. 10માં દિવસે આટલું શાનદાર કલેક્શન આ ફિલ્મે સાબિત કરી દીધું કે ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે. આ સાથે આ ચોથી ફિલ્મ છે જે આ વર્ષે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.