Mamata Banerjee News:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મોટી દુર્ઘટનામાંથી બચી ગયા છે. મંગળવારે જલપાઈગુડીથી પરત ફરતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું હેલિકોપ્ટર તોફાન અને વરસાદમાં ફસાઈ ગયું હતુ. મુખ્યમંત્રી મંગળવારે બપોરે જલપાઈગુડીના ક્રાંતિથી બાગડોગરા જવા રવાના થયા હતા. જોરદાર વરસાદ શરૂ થતા પાયલોટે તરત જ હેલિકોપ્ટરને યોગ્ય જગ્યા પર લઈ જવાનું નક્કી કર્યુ હતુ.
થોડી જ વારમાં તેમને સેવક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. હેલિકોપ્ટરમાં તમામ લોકો સુરક્ષિત છે.
Due to low visibility, West Bengal CM #MamataBanerjee‘s helicopter made an emergency landing at Sevoke Airbase. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. She is safe, says TMC leader Rajib Banerjee
(file pic)#TV9News pic.twitter.com/7RTMu7PMTa
— Tv9 Gujarati (@tv9gujarati) June 27, 2023
(Tv9 Gujarati Twitter)
મમતા બેનર્જી મંગળવારે પંચાયત ચૂંટણી પ્રચાર માટે જલપાઈગુડી ગયા હતા. ત્યાંથી તેને બાગડોગરા થઈને કોલકાતા પરત ફરવાનું હતું. પરંતુ તે પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર જલપાઈગુડીથી રવાના થયું હતું, પરંતુ હેલિકોપ્ટર બૈકુથપુરના જંગલની ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું. તે સમયે જોરદાર વરસાદ શરૂ થયો હતો. તૃણમૂલના નેતા રાજીવ બેનર્જીએ કહ્યું કે મમતા રોડ માર્ગે તેમના ગંતવ્ય માટે રવાના થઈ શકે છે. મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર સેવકમાં ઉતર્યા બાદ પોલીસ પ્રશાસનના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં હવે ટૂક સમયમાં પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તે પહેલા મંગળવારે કૂચ બિહાર જિલ્લાના દિનહાટામાં તૃણમૂલ કાર્યકરના ઘર પર ગોળીબાર થયો હતો. જેમાં ટીએમસીના એક કાર્યકરને ગોળી વાગતા તેમનું મૃત્યુ થયુ છે, આ સાથે જ ફાયરિંગમાં 7 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:00 pm, Tue, 27 June 23