Weather Updates: દિલ્હી-NCRમાં આજે ફરી થશે વરસાદ, હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો આગામી 2 દિવસ કેવુ રહેશે વાતાવરણ

|

Aug 20, 2023 | 6:41 AM

Himachal Pradesh Rain: રાષ્ટ્રીય રાજધાનીમાં ગઈકાલના વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. IMDએ ત્યાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Weather Updates: દિલ્હી-NCRમાં આજે ફરી થશે વરસાદ, હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો આગામી 2 દિવસ કેવુ રહેશે વાતાવરણ

Follow us on

Delhi: શનિવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ભેજમાં વધુ વધારો થયો હતો. આજે પણ દેશની રાજધાની દિલ્હીમાં વરસાદની (Delhi Rain) સંભાવના છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે 22 ઓગસ્ટ સુધી દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં ગઈકાલના વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. IMDએ ત્યાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: Chandrayaan 3 Landing: ચંદ્ર પર ઉતરવાના પડકારોથી લઈને આવક સુધી… ચંદ્રયાન 3 સાથે જોડાયેલી આ માહિતી તમે નહીં જાણતા હોવ

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ

હિમાચલ પ્રદેશમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદ અને અચાનક પૂરના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. શિમલા, સોલન, મંડી અને કુલ્લુમાં એવી ઘણી ઈમારતો અને પહાડી વિસ્તારો છે જેને 13 અને 14 ઓગસ્ટના ભારે વરસાદ દરમિયાન ઘણું નુકસાન થયું છે અને કેટલીક ઈમારતો ધરાશાયી થવાની આરે છે.

હિમાચલમાં પાંચ દિવસમાં 78 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં છેલ્લા પાંચ દિવસમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 78 લોકોના મોત થયા છે. આ 78 મૃત્યુમાંથી 24 મૃત્યુ એકલા શિમલામાં થયા છે. ભૂતકાળમાં અહીં ત્રણ જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલન અને માર્ગ અકસ્માતમાં 338 લોકોના મોત થયા છે જ્યારે 38 લોકો ગુમ છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article