Weather Update : ધૂળેટીના રંગ સાથે મોસમનો રંગ પણ બદલાયો, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં વરસાદના એંધાણ

|

Mar 08, 2023 | 11:16 AM

હવામાન વિભાગે મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મધ્ય ભારત અને પશ્ચિમ ભારત સાથે જોડાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Update : ધૂળેટીના રંગ સાથે મોસમનો રંગ પણ બદલાયો, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં વરસાદના એંધાણ

Follow us on

ધૂળેટીના દિવસે મોસમ પણ રંગ બદલે તેવી શક્યતા છે. દેશની રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. તો લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાય તેવી શક્યતા છે. મંગળવારે સવારે રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMD એ દિવસ દરમિયાન શહેરમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે સોમવારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધુ છે.

આ સિવાય હવામાન વિભાગે મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મધ્ય ભારત અને પશ્ચિમ ભારત સાથે જોડાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહારાષ્ટ્રમાં બે દિવસ સુધી વરસાદની શક્યતા

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં બે દિવસ સુધી વરસાદની સંભાવના છે. ઉત્તર મહારાષ્ટ્રના નાસિક અને ધુલે જિલ્લા અને અન્ય ભાગોમાં મંગળવારે કરા પડવાને કારણે પાકને નુકસાન થયું હતું. મહત્વનું છે કે સોમવારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જો કે ખેડૂતો પર કમોસમી વરસાદને કારણે ચિંતાના વાદળો ઘેરાયા છે.

રાજસ્થાનના ઘણા ભાગોમાં વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થયો હતો, તો સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ કોટાના ચેચટમાં 25 મીમી, બાંસવાડાના ભૂંગરામાં 15 મીમી, પાલીના જવાઈ ડેમમાં 14 મીમી, બાંસવાડાના સજ્જનગઢમાં 12 મીમી, બગીડોરામાં 11 મીમી, 11 મીમી વરસાદ નોંધાયો હતો. ઝાલાવાડના પીડાવા, કોટાના મંડાણામાં 10 મીમી, ઝાલાવાડના પચપહારમાં 10 મીમી, બાંસવાડાના સલોપટમાં 10 મીમી, પાલીના સુમેરપુરમાં 10 મીમી અને અન્ય ઘણા વિસ્તારોમાં 9 મીમીથી 1 મીમી વરસાદ નોંધાયો હતો.

Published On - 10:47 am, Wed, 8 March 23

Next Article