સવારે 11 વાગ્યા સુધીમાં મેઘાલયમાં 26.70% અને નાગાલેન્ડમાં 35.24 % મતદાન; 2 માર્ચે પરિણામ આવશે

|

Feb 27, 2023 | 11:40 AM

મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી આગામી 2 માર્ચે હાથ ધરાશે. બંને રાજ્યોમાં કુલ 60માંથી 59-59 બેઠકો પર જ મતદાન હાથ ધરાશે, ચૂંટણીને ધ્યાને લઈને તંત્રે સરહદો સીલ કરી દીધી છે. મેઘાલયમાં CRPFની 119 અને નાગાલેન્ડમાં 305 કંપનીઓ તહેનાત કરાઈ છે.

સવારે 11 વાગ્યા સુધીમાં મેઘાલયમાં 26.70% અને નાગાલેન્ડમાં 35.24 % મતદાન; 2 માર્ચે પરિણામ આવશે

Follow us on

મેઘાલય અને નાગાલેન્ડમાં આજે સોમવારે વિધાનસભાની ચૂંટણી છે. બંને રાજ્યોમાં બહુકોણીય હરીફાઈ છે. આજે સોમવારે 60માંથી કુલ 59 વિધાનસભા મતવિસ્તારો માટે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે. બંને રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સરહદો સીલ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 2 માર્ચે આવશે. સવારે નવ વાગ્યા સુધીમાં મેઘાલયમાં 12% અને નાગાલેન્ડમાં 15% થી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે 11 વાગ્યા સુધીમાં મેઘાલયમાં 26.70% અને નાગાલેન્ડમાં 35.24 % મતદાન થવા પામ્યું છે.

13 રાજકીય પક્ષો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

મેઘાલયમાં બહુકોણીય હરીફાઈમાં, ચાર રાષ્ટ્રીય દરજ્જાના પક્ષ ચૂંટણી લડી રહ્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત કુલ 13 રાજકીય પક્ષો આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 60 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે તૃણમૂલે 56 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

મુખ્ય પ્રધાન કોનરાડ કે. સંગમાની આગેવાની હેઠળની NPPએ 57 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં 32 મહિલાઓ સહિત 329 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. મેઘાલયના મુખ્ય ચૂંટણી અધિકારી એફઆર ખારકોંગરે જણાવ્યું હતું કે, સોહ્યોંગ વિધાનસભા બેઠકના ઉમેદવારનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેથી આ એક બેઠક પર ચૂંટણી નહી યોજાય આ બેઠક પર હવે પછી ચૂંટણી યોજાશે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

રાજ્યના 12 જિલ્લામાં મતદાન માટે 3,482 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ગારો હિલ્સના ફુલબારીમાં બે પક્ષોના સભ્યો વચ્ચે થયેલી અથડામણમાં 31 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેઘાલયમાં 33 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચે બાંગ્લાદેશ સાથેની 443 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને આતરરાજ્ય સરહદોને 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સીલ રાખવાનો આદેશ આપ્યો છે.

નાગાલેન્ડમાં પણ 59 બેઠક પર ચૂંટણી

ચૂંટણી પંચે મેઘાલયમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPFs)ની 119 કંપનીઓ તૈનાત કરી છે. નાગાલેન્ડમાં પણ સોમવારે 60 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 59 બેઠકો માટે મતદાન થશે. 10 ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસથી કોંગ્રેસના ઉમેદવાર એન. ખેક્ષે સુમીએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ભાજપના ઉમેદવાર કાઝેતો કિનીમીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. અહીંની મોટાભાગની બેઠકો પર ત્રિકોણીયથી બહુકોણીય હરીફાઈ છે.

Published On - 6:37 am, Mon, 27 February 23

Next Article