Video : રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળવા પહોંચ્યા રેસલર્સ, WFI પર લગાવેલા ગંભીર આરોપો પર ચર્ચા

દેશના ટોચના કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

Video : રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળવા પહોંચ્યા રેસલર્સ, WFI પર લગાવેલા ગંભીર આરોપો પર ચર્ચા
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 19, 2023 | 11:15 PM

દેશના ટોચના રેસલર્સ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. તેણે રેસલર્સને મળવાની વાત કરી છે. હાલમાં તમામ રેસલર્સ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળવા પહોંચ્યા છે.

ચંદીગઢમાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે રેસલર્સના આરોપોને ધ્યાનમાં લઈને રમતગમત મંત્રાલયે WFIને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ માંગ્યો છે. આગામી શિબિર પણ તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. હું દિલ્હી જઈ રહ્યો છું અને કુસ્તીબાજોને મળીશ. કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે. અમે તેમની સાથે વાત કરીશું અને તેમને સાંભળીશું.

આ પહેલા ગુરુવારે, રેસલર્સએ કહ્યું હતું કે, સરકારે તેમને માત્ર આશ્વાસન આપ્યું છે, કોઈ સંતોષકારક જવાબ નથી અને જો રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાને તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં નહીં આવે તો તેઓ WFI પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ અનેક FIR દાખલ કરશે.

 

 


ત્રણ વખતની કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા અને બીજેપી નેતા બબીતા ​​ફોગાટે ગુરુવારે સરકારની મેસેન્જર બની અને ધરણા પર બેઠેલા રેસલર્સને તેમની માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી. સરકાર સાથે મીટિંગ માટે બોલાવવામાં આવેલી રેસલર્સની ટીમમાં ત્રણ વખતની કોમનવેલ્થ ચેમ્પિયન વિનેશ ફોગાટ અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કંદયાનનો સમાવેશ થાય છે.

આ પહેલા બધાએ સ્પોર્ટ્સ સેક્રેટરી સુજાતા ચતુર્વેદી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને જોઈન્ટ સેક્રેટરી (રમત) કુણાલ સાથે પણ તેમના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

 

 

 

Published On - 11:13 pm, Thu, 19 January 23