Viral Video: લારી પરથી ઇંડુ ચોરતા પોલીસનો વીડિયો વાયરલ, તાત્કાલિક કરાયો સસ્પેન્ડ

|

May 15, 2021 | 7:34 PM

પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાનો છે. અહીં હેડ કોન્સ્ટેબે રસ્તા પર પોતાનાથી નજીક ઉભી રહેલી લારી પરથી 4 ઇંડાની ચોરી કરી હતી

Viral Video: લારી પરથી ઇંડુ ચોરતા પોલીસનો વીડિયો વાયરલ, તાત્કાલિક કરાયો સસ્પેન્ડ

Follow us on

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કેટલાક ફની વીડિયો લોકોની સામે આવતા રહે છે. જેઓને યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ઘણી વાર આ વીડિયો જોઈને હાસ્ય આવે છે, તો પછી ઘણી વાર આ વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઇએ છીએ. હાલના સમયમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે. તે જોયા પછી, તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો.

આપણે બધા જાણીએ છીએ કે આ સમયે આપણે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં જીવીએ છીએ. કેમેરામાં કોણ, ક્યારે અને ક્યા બિંદુએ છે તે કહેવું મુશ્કેલ છે. તેથી, કોઈ પણ ગેરકાયદેસર કાર્ય કરતા પહેલા સો વાર વિચારવું જોઈએ. શું તમે જાણો છો કે એક નાનકડી ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે, હાલના સમયમાં પંજાબ પોલીસના હવાલદાર સાથે આવું જ કંઈક થયું હતું. જે બાદ તેને પોતાની ભૂલ બદલ મોટી સજા ભોગવવી પડી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ મામલો પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાનો છે. અહીં હેડ કોન્સ્ટેબે રસ્તા પર પોતાનાથી નજીક ઉભી રહેલી લારી પરથી 4 ઇંડાની ચોરી કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એસએસપી અમનીત કૌંડલ પાસે પહોંચતાં ની સાથે જ તેણે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો. આ સાથે હવાલદાર સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છિંદર નામની વ્યક્તિ આ વિસ્તારમાં ઇંડા સપ્લાય કરે છે. તે દરરોજની જેમ ઇંડાની સપ્લાય કરવા નિકળ્યો હતો અને તે જ્યોતિ સ્વરૂપ ચોકમાં એક દુકાનમાં ઇંડા આપવા પહોંચ્યો હતો. પરંતુ તે દરમિયાન, ત્યાં ઉભેલા એક કોન્સ્ટેબલે લારી પરથી એક પછી એક ચાર ઇંડા ઉપાડ્યા અને પેન્ટના ખિસ્સામાં મૂકી ઓટોમાં બેસી નિકળી ગયો હતો.

Next Article