અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામ મંદિરના નિર્માણના ફોટો અને વીડિયો શેયર કરવામાં આવી રહ્યા છે. હાલમાં રામ મંદિરના નિર્માણનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અયોધ્યામાં રામ મંદિર ભવ્ય સ્વરુપ લેતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં શનિવારના રોજ જસ્ટિસ સુધીર અગ્રવાલે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે શ્રીરામલલાના દરબારમાં શીશ નમાવીને પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે રામ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી હતી. જણાવી દીએ કે અયોધ્યાની જમીન વિવાદમાં વર્ષ 2010માં હાઈકોર્ટના ત્રણ સદસ્યોની પીઠ દ્વારા એક નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જસ્ટિસ સુધીર અગ્રવાલે આ પીઠમાં સામેલ હતા.
આ પણ વાંચો : Photos: રામ મંદિરની છતનું 40% કામ પૂર્ણ, મંદિર લઈ રહ્યું છે ભવ્ય સ્વરુપ
राम राष्ट्र की संस्कृति हैं, राम राष्ट्र के प्राण हैं।
राम के मंदिर का मतलब भारत का नवनिर्माण है।। pic.twitter.com/qhdBW1UzrT— Champat Rai (@ChampatRaiVHP) May 15, 2023
भव्य और दिव्य श्री राम मंदिर का निर्माण कोटि-कोटि हिंदुओं के पुण्यों की फलश्रुति है। pic.twitter.com/uSz7ItxAJx
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) May 15, 2023
અયોધ્યા સાથે જોડાયેલા જિલ્લાઓના પ્રવેશ માર્ગો પર પ્રવાસન વિભાગ દ્વારા ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. પ્રવેશ માર્ગોની સાથે આસપાસ ધર્મશાળાઓ બનાવવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓની રહેવાની વ્યવસ્થા થઈ શકે.
આ પણ વાંચો : Photos : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્યની ઝડપ વધી, જુઓ તેના લેટેસ્ટ ફોટોઝ
Published On - 5:02 pm, Mon, 15 May 23