Video : પદ્મ એવોર્ડ મેળવનાર હસ્તીઓએ PM MODI પર વરસાવ્યો પ્રેમ, ઉષા બારલેએ કર્યું દંડવત પ્રણામ

આ વર્ષે પણ એક પદ્મ એવોર્ડ મેળવનાર હસ્તીએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિને દંડવત પ્રણામ કર્યા હતા. આ પદ્મ એવોર્ડના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વડાપ્રધાન મોદી અને પદ્મ એવોર્ડ મેળવનાર હસ્તીઓ વચ્ચે વિનમ્રતા, આદર અને સન્માનની ભાવના જોવા મળી હતી.

Video : પદ્મ એવોર્ડ મેળવનાર હસ્તીઓએ PM MODI પર વરસાવ્યો પ્રેમ, ઉષા બારલેએ કર્યું દંડવત પ્રણામ
Padma Awards 2023
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:15 PM

22 માર્ચ, 2023ના રોજ દિલ્હીમાં અનેક હસ્તીઓને પદ્મ એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પદ્મ એવોર્ડ સમારોહમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પર આશીર્વાદ અને પ્રેમની વર્ષા થઈ હતી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એક પદ્મ એવોર્ડ મેળવનાર હસ્તીએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિને દંડવત પ્રણામ કર્યા હતા. આ પદ્મ એવોર્ડના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વડાપ્રધાન મોદી અને પદ્મ એવોર્ડ મેળવનાર હસ્તીઓ વચ્ચે વિનમ્રતા, આદર અને સન્માનની ભાવના જોવા મળી હતી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં છત્તીગઢની ઉષા બારલે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને દંડવત પ્રણામ કરતા જોવા મળી રહ્યાં છે. તે છેલ્લા 45 વર્ષથી કલા ક્ષેત્રમાં પંડવા સંગીત ગાઈને પોતાનું યોગદાન આપી રહી છે. ગુજરાતની હીરાબાઈ સહિત અનેક હસ્તીઓને વડાપ્રધાન પર દુઆઓ અને પ્રેમનો વરસાદ કર્યો હતો. જેને મેળવી વડાપ્રધાન મોદી ગદગદ થઈ ગયા હતા.

પદ્મ એવોર્ડના વાયરલ થઈ રહેલા વીડિયો

 

 

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ છે આપણી ભારતીય સંસ્કૃતિ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યોએ સૌનું દિલ જીતી લીધું. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ જ સુંદર વીડિયો છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા