Viral Video: પાણીપુરી, લસ્સી અને કેરીના બાફલાની માણી મજા… PM MODIએ જાપાનના પીએમ સાથે આ રીતે વિતાવ્યો સમય

|

Mar 20, 2023 | 10:42 PM

વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાનને કદમવુડ જાળી બોકસમાં લાગેલી ચંદનની બુદ્ધ પ્રતિમા પણ ભેટમાં આપી હતી. આ પ્રતિમા કર્ણાટકના વારસા સાથે જોડેયેલી છે. તેની સાથે સાથે બંને દેશના વડાપ્રધાનોએ ભારતીય ફૂડની પણ મજા માણી હતી. આ મુલાકાતના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

Viral Video: પાણીપુરી, લસ્સી અને કેરીના બાફલાની માણી મજા... PM MODIએ જાપાનના પીએમ સાથે આ રીતે વિતાવ્યો સમય
japanese pm fumio tries gol gappe

Follow us on

ભારત દેશની રાજધાનીથી ભારતીયોના દિલ ખુશ થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જાપાની વડાપ્રધાન ફુમિયો કિશિદા હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે. કિશિદાએ આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ બંને દેશના નેતાઓ કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાનને કદમવુડ જાળી બોકસમાં લાગેલી ચંદનની બુદ્ધ પ્રતિમા પણ ભેટમાં આપી હતી. આ પ્રતિમા કર્ણાટકના વારસા સાથે જોડેયેલી છે. તેની સાથે સાથે બંને દેશના વડાપ્રધાનોએ ભારતીય ફૂડની પણ મજા માણી હતી. આ મુલાકાતના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

આ દરમિયાન બંને દેશોના નિરીક્ષકો પણ બુદ્ધ પાર્કમાં ફરતા જોવા મળ્યા હતા. બંને નેતાઓએ પાર્કમાં લગાવેલા બોધિ વૃક્ષની મુલાકાત લીધી હતી. આ પછી મોદી અને કિશિદાએ લસ્સીની મજા માણી હતી. અને તેમણે કેરી-પન્ના સાથે પાણીપુરીની પણ મઝા માણી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષ જાપાન અને ભારત બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આ વર્ષે G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જ્યારે જાપાન પાસે G-7ની યજમાની કરવાની તક છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

પાણીપુરીના સ્વાદની મજા માણતા વડાપ્રધાન

 

 

 

જાપાનના વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. બંને દેશોના વડાપ્રધાનોએ ક્રિટિકલ ટેક્નોલોજી, ડિજીટલ સહિત અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરી હતી. જાપાની વડાપ્રધાને ભારતના વડાપ્રધાન મોદીને મે મહિનામાં જાપાનમાં યોજાનારી G7 બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ પહેલા માર્ચ 2022માં વડાપ્રધાન કિશિદા બંને દેશો વચ્ચે યોજાનારી વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. તે દરમિયાન જાપાનના વડાપ્રધાનએ આગામી પાંચ વર્ષ માટે ભારતમાં 3,20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું.

Next Article