Viral Video : ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે….ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

Farooq Abdullah Viral Video : આ લોકો જે તમારી સામે રામના પૂજારી બનીને આવે છે, તેઓ રામને વેચવા માગે છે. તેઓ મુર્ખ લોકો છે. તેમને રામ માટે કોઈ પ્રેમ નથી, તે માત્ર સરકારને પ્રેમ કરે છે.  ફારુક અબ્દુલ્લા રેલી દરમિયાન આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધતા હતા.

Viral Video : ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે....ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન
Farooq abdullah Viral Video
| Edited By: | Updated on: Mar 23, 2023 | 11:50 PM

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ ભગવાન રામને લઈને હાલમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અલ્લાહે ભગવાન રામને મોકલ્યા છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. આને તમારા મગજમાંથી કાઢી નાખો. ભગવાન રામ દરેકના છે પછી ભલે તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, અમેરિકન હોય કે રશિયન  હોય તે દરેકના છે. ફારુક અબ્દુલ્લાના આ નિવેદનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ઉધમપુરમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે જેમ અલ્લાહ બધાના ભગવાન છે, માત્ર મુસ્લિમો જ નહીં, તેવી જ રીતે ભગવાન રામ પણ બધાના છે. આ લોકો જે તમારી સામે રામના પૂજારી બનીને આવે છે, તેઓ રામને વેચવા માગે છે. તેઓ મુર્ખ લોકો છે. તેમને રામ માટે કોઈ પ્રેમ નથી, તે માત્ર સરકારને પ્રેમ કરે છે.  ફારુક અબ્દુલ્લા રેલી દરમિયાન આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધતા હતા.

આ રહ્યો ફારુક અબદુલ્લાનો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાન આ ભાઈને સદબુદ્ધિ આપે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હે ભગવાન. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લોકો કઈ રીતે કહી શકે આ બધુ.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા