
ધાર્મિક નગરી ઉજ્જૈનમાં બજરંગ દળના કાર્યકરોએ ધોતી-કુરતા પહેરેલા એક મુસ્લિમ યુવકને પકડીને તેની પિટાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવકે પહેલા પોતાનું હિન્દુ નામ જણાવ્યું હતું, પરંતુ બાદમાં કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાની અસલી ઓળખ ઝફર ખાન તરીકે આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, પંજાબના મોહાલીનો રહેવાસી ઝફર ખાન એક યુવતી સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. તેણે ધોતી-કુરતા પહેર્યા હતા, કપાળ પર ત્રિપુંડ લગાવ્યું હતું અને ગળામાં રુદ્રાક્ષ ધારણ કર્યો હતો. તેઓ નાનાખેડા વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. બજરંગ દળના કાર્યકરોને બાતમી મળી હતી કે અલગ-અલગ સમુદાયના યુવક-યુવતી હોટલમાં રોકાયા છે.
કાર્યકરોએ હોટલની બહાર વોચ ગોઠવી હતી અને જ્યારે ઝફર બહાર નીકળ્યો ત્યારે તેને પકડી લીધો હતો. શરૂઆતમાં તેણે હિન્દુ નામ કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આધાર કાર્ડ અને અન્ય પૂછપરછમાં તેનું નામ ઝફર ખાન હોવાનું બહાર આવ્યું હતું. ઓળખ છતી થતાં જ હાજર કાર્યકરોએ તેની પિટાઈ કરી હતી.
પૂછપરછ દરમિયાન ઝફરે દાવો કર્યો હતો કે તે ‘શિવભક્ત’ છે અને તે યુવતી તેને મહાકાલના દર્શન કરાવવા માટે ઉજ્જૈન લાવી હતી. તેણે જણાવ્યું કે તેઓએ મહાકાલ મંદિર, હરસિદ્ધિ માતા અને કાલભૈરવ મંદિરમાં દર્શન પણ કર્યા હતા. વાયરલ વીડિયોમાં કાર્યકરો તેને ઘેરીને પૂછપરછ કરતા અને બાદમાં માર મારતા જોવા મળી રહ્યા છે.
Jafar Khan with tripund on forehead was caught booking a hotel room with a Hindu woman in Ujjain, MP.
He was booking the room using the woman’s identity card.
Initially he claimed “I’m Hindu” but after a few slaps from Bajrang Dal he revealed his real identity. pic.twitter.com/SHXhb3IBah
— Team Hindu United (@TeamHinduUnited) February 17, 2026
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. નાનાખેડા પોલીસ સ્ટેશનના પ્રભારી નરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, “યુવક અને યુવતી બંને મોહાલીના રહેવાસી છે. યુવતીની ઉંમર 32 વર્ષ છે અને તે યુવકના ધર્મ વિશે પહેલેથી જ જાણતી હતી. બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.” હાલ પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.