Uttarakhand: રૂરકીમાં હનુમાન જન્મમહોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ફાટી નીકળી હિંસા, 10થી વધુ લોકો ઘાયલ

|

Apr 17, 2022 | 7:20 AM

roorkee violence : પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રા દરમિયાન ઘરોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે તણાવને જોતા વધારાનો પોલીસ ફોર્સ તહેનાત કરાયો છે.

Uttarakhand: રૂરકીમાં હનુમાન જન્મમહોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ફાટી નીકળી હિંસા, 10થી વધુ લોકો ઘાયલ
Violence in Roorkee (symbolic image)

Follow us on

હનુમાન જન્મમહોત્સવના (Hanuman jayanti) દિવસે દેશની રાજધાની નવી દિલ્લીમા જ નહીં પરંતુ ઉત્તરાખંડના રૂરકીમાં (roorkee violence) પણ શોભાયાત્રા (Shobhayatra) દરમિયાન પથ્થરમારા બાદ હિંસા ફાટી નીકળી હતી. રૂરકીના ભગવાનપુર વિસ્તારમાં થયેલા તોફાનમાં મંદવાર ચોકીના ઈન્ચાર્જ સહિત કુલ 10 લોકો ઘાયલ થયા છે. તોફાનીઓએ અનેક વાહનોમાં તોડફોડ કરી અને બે વાહનને આગ ચાંપી દીધી. માહિતી મળતા જ ભગવાનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને પક્ષે તણાવ યથાવત છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હનુમાન જન્મમહોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. દાદા પટ્ટીથી લગભગ આઠ વાગ્યે સરઘસ દાદા જલાલપોર ગામ પહોંચતા જ એક ઘરની છત પરથી પથ્થરમારો શરૂ થયો હતો. આ પછી અન્ય ઘરો ઉપરથી પણ પથ્થરમારો શરૂ થયો. જેના પગલે સ્થળ પર શોભાયાત્રામાં નાસભાગ મચી ગઈ હતી જેમાં શોભાયાત્રામાં સાથે રહેલા મંદવાર ચોકીના ઈન્ચાર્જ આશિષ નેગી ઉપરાંત 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ

ગામમાં તણાવ પ્રવર્તે છે. આને જોતા સીઓ મેંગલોર પંકજ ગેરોલા સહિત ઝાબરેડા અને બગાવાલા પોલીસ સ્ટેશનથી પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બંને બાજુના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ તેમને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે. વિવાદનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના માટે બંને પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિક્ષક યોગેન્દ્ર સિંહ રાવતનું કહેવું છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દળો અને જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનના પીએસી ગામમાં તહેનાત કરવામાં આવ્યા છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

એસપી પ્રમેન્દ્ર ડોબાલે કહ્યું કે શોભાયાત્રા દરમિયાન ઘરોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરવામાં આવી છે. લોકો સાથે વાત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે તણાવને જોતા વધારાનો પોલીસ ફોર્સ અને પીએસી તહેનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Jahangirpuri violence: જહાંગીરપુરી હિંસા કેસમાં કડક કાર્યવાહીના આદેશ, છ શકમંદોની ઓળખ, ઘાયલ પોલીસના નિવેદન પણ નોંધાશે

આ પણ વાંચોઃ

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું

Next Article