Video Viral: ભાજપ સાંસદ મેનકા ગાંધી પડ્યા કાદવમાં, સુલતાનપુરના વિકાસની ખુલી પોલ

|

May 02, 2023 | 6:53 PM

બીજેપી સાંસદ સંબોધન કરવા જઈ રહ્યા હતા ત્યારે સવારથી ભારે વરસાદના કારણે રસ્તા પર કાદવમાં પગ લપસી જતા તેવો પડ્યા હતા. મેનકા ગાંધી રોડ પર પડી હોવાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video Viral: ભાજપ સાંસદ મેનકા ગાંધી પડ્યા કાદવમાં, સુલતાનપુરના વિકાસની ખુલી પોલ
Image Credit source: Google

Follow us on

સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ સોમવારે તેમના સંસદીય મતવિસ્તારના ચાર દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે શહેરના એક નુક્કડમાં સભાને સંબોધિત કરી હતી. જ્યારે બીજેપી સાંસદ સંબોધન કરવા જઈ રહ્યા હતા, ત્યારે સવારથી ભારે વરસાદના કારણે રસ્તા પર કાદવમાં પગ લપસી જતા તેવો પડ્યા હતા. મેનકા ગાંધી રસ્તી પર પડતાની સાથે જ તેમની સાથે આવેલા નેતાઓ અને કાર્યકરોએ તેમને ઉભા કરીને કારમાં બેસાડ્યા હતા.

આ પણ વાચો: Karnataka Assembly Election: કોંગ્રેસે સુદાન કટોકટી પર પણ રાજનીતિ કરી, પીડિત પરિવારોને ઉશ્કેર્યા: PM મોદી

Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા
વિરાટ કોહલી-અનુષ્કા શર્માના બોડીગાર્ડની સેલરી જાણી ચોંકી જશો
બટાકાની છાલ ઉતારવાનો શોર્ટકટ થયો વાયરલ, જુઓ Video
Cloves Chewing Benefits : 15 દિવસ સુધી લવિંગ ચાવવાના 5 ફાયદા જાણી ચોંકી જશો
નવરાત્રીમાં ખવાતી આ વસ્તુથી શરીરમાં ઝડપથી વધે છે B12, જાણો નામ

પ્રચાર કરવા સાંસદ ગયા હતા

સુલતાનપુરમાં પ્રવાસ દરમિયાન સાંસદ મેનકા ગાંધી સોમવારે તેમના સંસદીય ક્ષેત્ર સુલતાનપુર પહોંચ્યા હતા. જ્યા તેમને નગરપાલિકાની ચૂંટણીને લઈને એક નાની જાહેર સભા કરવા માટે વોર્ડ નંબર 15 ઘાસી ગંજ પહોંચ્યા હતા. જ્યા વર્તમાન ધારાસભ્ય વિનોદસિંહ સહિત અનેક વાહનોના કાફલો ગયો હતો. પરંતુ વરસાદ પડતા જ્યા મેનકા ગાંધી નુક્કડ જાહેર સભામાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તો કાદવથી ભરેલો હતો.

રોડ પર પડ્યાનો વીડિયો વાયરલ

કાદવના કારણે વાહનો પણ સ્લીપ થતા હતા. ત્યારે સાંસદ કારમાંથી નીચે ઉતર્યા અને પગપાળા ચાલવાનો પ્રયાસ કર્યો હતો. સ્લીપ થવાને કારણો મેનકા ગાંધી કાદવમાં પડી ગયા હતા. તેના કારણે તેમના કાફલમાં હડબડા મચી ગઈ હતી. બીજી તરફ પ્રદેશ ધારાસભ્ય વિનોદ સિંહ પણ વરસાદમાં ભીંજાતા પગપાળા નીચે ઉતરીને રસ્તો ક્રોસ કર્યો હતો. પરંતુ મેનકા ગાંધી રોડ પર પડી હોવાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

 

લોકોએ અનેક વખત રોડ બનાવવાની માગ કરી

આ ઘટના બાદ જિલ્લામાં રસ્તાની હાલત પર સવાલો ઉઠવા લાગ્યા છે. મહત્વની વાત એ છે કે, જિલ્લાના સાંસદ ફંડમાંથી કોઈ વિકાસ થયો નથી. ત્યારે ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે હવે પછી શું વિકાસ થશે.? છેલ્લી પાંચ નગરપાલિકાના પ્રમુખ પણ ભાજપના નગરપાલિકા પ્રમુખ હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારના ડીએમ અને જનપ્રતિનિધિઓને અનેક વખત રોડ બનાવવાની માંગણી કરી હતી. પરંતુ આજદિન સુધી આ રોડ બની શક્યો નથી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article