નોનવેજ Pizza ની ડીલેવરી પર ભડકી વેજિટેરિયન મહિલા, માંગ્યું અધધ… વળતર

|

Mar 14, 2021 | 11:54 AM

દિલ્લીની એક વેજિટેરિયન મહિલાને એક અમેરિકી પીઝા (Pizza) કંપનીએ નોનવેજ પીઝાની (Pizza) ડીલેવરી કરી દીધી હતી. જેનાથી નારાજ મહિલાએ કંપની વિરુદ્ધ અદાલતમાં કેસ કર્યો હતો અને આ સાથે જ વળતરની પણ માંગ કરી છે.

નોનવેજ Pizza ની ડીલેવરી પર ભડકી વેજિટેરિયન મહિલા, માંગ્યું અધધ... વળતર
Pizza

Follow us on

દિલ્લીની એક વેજિટેરિયન મહિલાને એક અમેરિકી પીઝા (Pizza) કંપનીએ નોનવેજ પીઝાની (Pizza) ડીલેવરી કરી દીધી હતી. જેનાથી નારાજ મહિલાએ કંપની વિરુદ્ધ અદાલતમાં કેસ કર્યો હતો અને આ સાથે જ વળતરની પણ માંગ કરી છે.

દિપાલી ત્યાગી નામની મહિલાએ તેની ફરિયાદમાં દાવો કર્યો છે કે, ધાર્મિક માન્યતાઓ, શિક્ષણ, પારિવારિક પરંપરાઓ, ખુદનો વિવેક અને તેની પસંદના કારણે શુદ્ધ શાકાહારી છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રહેતી દીપાલીએ અરજીમાં કહ્યું છે કે, મેં 21 માર્ચ, 2019 ના રોજ પીઝા આઉટલેટમાંથી શાકાહારી પીઝા માટેનો ઓર્ડર આપ્યો હતો. તે દિવસ હોળીનો દિવસ હતો. ઉત્સવની ઉજવણી કર્યા પછી હું અને મારા બાળકો ભૂખ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

કંપનીએ 30 મિનિટ ડીલેવરીની બદલે મોડે પીઝાની ડીલેવરી કરી હતી. જો કે, મેં તેની અવગણના કરી હતી. મેં પીઝાનો ટુકડો ખાધો તો તુરંત જ મને ખબર પડી ગઈ કે માંસાહારી પીઝા છે. પીઝામાં મશરૂમ્સને બદલે માંસના ટુકડાઓ હતા. એડવોકેટ ફરહત વારસીએ ગ્રાહક અદાલતને જણાવ્યું હતું કે, દીપાલીએ તરત જ કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. શુદ્ધ શાકાહારી લોકોના ઘરે નોન-વેજ પિઝા પહોંચાડવામાં આવ્યા છે તેની તેમની બેદરકારીની ફરિયાદ કરી છે.

દીપાલીના જણાવ્યા અનુસાર, 26 માર્ચ, 2019 ના રોજ એક વ્યક્તિ જેણે પોતાને પિઝા આઉટલેટના ડિસ્ટ્રિક્ટ મેનેજર તરીકે ઓળખાવ્યો હતો. તેણે દિપાલીને ફોન કર્યો હતો અને સમગ્ર પરિવારને નિઃશુલ્ક પિઝા આપવાની ઓફર કરી હતી. જોકે, દીપાલીએ તેને ફરીથી કહ્યું કે આ કોઈ સરળ બાબત નથી. કંપનીએ તેમની ધાર્મિક પ્રથાઓ બગાડી છે. આ ઘટના કાયમી માનસિક વેદના પેદા કરી છે જેનાથી તેને લાંબા સમય સુધી પસાર થવું પડશે.

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, દીપાલીની અરજી પર પિઝા આઉટલેટના ડિસ્ટ્રિક્ટ મેનેજરે જવાબ આપ્યો હતો કે, તેઓ પૈસાના મામલામાં વાતચીત કરવા માટે અધિકૃત ન હોવાથી તેઓ આ મામલો તેમની કાયદાકીય ટીમને રિફર કરશે. નિઃશુલ્ક પીઝા પીરસવાની ફરિયાદથી સામાજિક અને આર્થિક સ્થિતિનું અપમાન કરવા સિવાય કશું જ નહોતું.

અરજીમાં જણાવાયું છે કે, કંપનીની બેદરકારીભર્યા રીતથી ફરિયાદીના શરીરને દુષિત કરી દીધું છે. પિઝામાં જે માંસ હતું તે પ્રાણીને ઈશ્વરે આપેલું જીવન સમાપ્ત કર્યા પછી મેળવવામાં આવ્યું હતું. ધાર્મિક માન્યતામાં કોઈ પણ પ્રાણીને મારી નાખવું અને તેનું માંસ ખાવું તે યોગ્ય નથી. ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કંપનીએ આખી જીંદગી તેને માનસિક પીડા આપી છે.

દીપાલીએ ગ્રાહક અદાલતને કંપનીને તેના પક્ષમાં એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા નિર્દેશ આપવાની માંગ કરી છે. દિલ્હી જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે પીઝા આઉટલેટને મહિલાની ફરિયાદનો જવાબ નોંધાવવા જણાવ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 17 માર્ચે થશે.

Next Article