Varanasi : કાશી વિશ્વનાથ અને જ્ઞાનવાપી મસ્જીદ અંગે કોર્ટનો મહત્વનો નિર્ણય, પુરાતાત્વિક સર્વેક્ષણની આપી મંજુરી

|

Apr 08, 2021 | 5:07 PM

Varanasi : કાશી વિશ્વનાથ (Kashi Vishwanath) મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid)કેસમાં ફાસ્ટટ્રેક કોર્ટે પુરાતાત્વિક સર્વે કરાવવાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

Varanasi : કાશી વિશ્વનાથ અને જ્ઞાનવાપી મસ્જીદ અંગે કોર્ટનો મહત્વનો નિર્ણય, પુરાતાત્વિક સર્વેક્ષણની આપી મંજુરી
FILE PHOTO

Follow us on

Varanasi : વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પક્ષની તરફેણમાં મોટો નિર્ણય આવ્યો છે. કાશી વિશ્વનાથ (Kashi Vishwanath) મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid)કેસમાં ફાસ્ટટ્રેક કોર્ટે પુરાતાત્વિક સર્વે કરાવવાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

કોર્ટે પુરાતાત્વિક સર્વેક્ષણની આપી મંજુરી
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની તરફેણમાં ચુકાદો આપતી વખતે કોર્ટે રડાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો પુરાતાત્વિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશને પગલે પુરાતાત્વિક વિભાગે 5 લોકોની ટીમ બનાવી અને આખા કેમ્પસનો અભ્યાસ કરવાનું નક્કી કર્યુ છે. ગુરુવારે સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટટ્રેક કોર્ટ આશુતોષ તિવારીની અદાલતે ભગવાન વિશ્વેશ્વરનાથના પક્ષકાર વિજય શંકર રસ્તોગીની અરજી સ્વીકારી છે.

વર્ષ 1991માં થઇ હતી પ્રથમ અરજી
પ્રાચીન મૂર્તિ સ્વયંભુ ભગવાન વિશ્વેશ્વરનાથના પક્ષકાર વિજયશંકર રસ્તોગી દ્વારા 1991 થી લટકી પડેલા આ કેસમાં કોર્ટ અરજી દાખલ કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મૌજા શહેર ખાસમાં જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid)ના સંકુલની આશરે બે વીઘા જમીનનો રડાર ટેકનોલોજીથી પુરાતાત્વિક સર્વેક્ષણ કરીને એ બતાવવામાં આવે કે તે જમીનમાં મંદિરના અવશેષો છે કે નહીં. અરજીમાં એવી માંગ પણ કરવામાં આવી હતી કે મસ્જીદના વિવાદિતમાળખાને તોડીને સર્વે કરવામાં આવે કે સ્વયંભુ ભગવાન વિશ્વેશ્વરનાથનું 100 ફુટ ઊંચું જ્યોતિર્લીંગ ત્યાં હાજર છે કે નહિ. મસ્જીદની દિવાલો પ્રાચીન મંદિરની છે કે નહીં.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જાન્યુઆરી 2020માં મસ્જીદ પક્ષકારે પણ અરજી કરી હતી
જાન્યુઆરી 2020માં અંજુમન ઇંતજામિયા મસ્જિદ સમિતિએ જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) અને કેમ્પસના પુરાતાત્વિક સર્વેક્ષણની માંગ કરી વળતો વિરોધ નોંધાવ્યો હતો. પહેલી વાર વર્ષ 1991માં વારાણસી સિવિલ કોર્ટમાં સ્વયંભુ ભગવાન વિશ્વેશ્વરનાથના પક્ષકાર તરફથી જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાની મંજુરી માટે અરજી કરી હતી.

14મી સદીના મંદિરને તોડીને બનાવાઈ મસ્જીદ?
રડાર ટેક્નોલોજીથી સર્વેક્ષણ કરાયા બાદ જમીનની ધાર્મિક સ્થિતિ જાહેર કરશે.ભગવાન વિશ્વેશ્વરનાથના પક્ષકાર રસ્તોગીએ દલીલ કરી હતી કે 14 મી સદીના મંદિરમાં પ્રથમ માળમાં એક માળખું છે અને એની નીચે ભોંયતળિમાં સ્વયંભુ ભગવાન વિશ્વેશ્વરનાથનું 100 ફુટ ઊંચું જ્યોતિર્લીંગ છે, જે ખોદકામ દ્વારા સ્પષ્ટ થશે. આ મંદિર હજારો વર્ષો પહેલા 2050 વિક્રમ સંવતમાં રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. પછી સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર અને વર્ષ 1780માં અહિલ્યાબાઈ હોલકરે નવીનીકરણ કરાવ્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે ઔરંગઝેબે મંદિર પર હુમલો કર્યો હતો, ત્યારબાદ 100 વર્ષથી વધુ સમય સુધી એટલે કે 1669 થી 1780 સુધી મંદિર અસ્તિત્વમાં ન હતું.

Next Article