દેશમાં બાળકો માટે જલ્દી જ થશે વેક્સિનેશન! સીરમના CEO અદાર પૂનાવાલાએ કહ્યું ‘6 મહિનામાં કંપની લોન્ચ કરશે Covovax વેક્સિન’

કોવોવેક્સ રસીની ટ્રાયલ ચાલી રહી છે. રસીએ ત્રણ વર્ષની વય જૂથ સુધી તમામ બાબતોમાં ઉત્તમ ડેટા દર્શાવ્યો છે. આવનારા 6 મહિનામાં વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે દુનિયાના ઘણા દેશોમાં બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે.

દેશમાં બાળકો માટે જલ્દી જ થશે વેક્સિનેશન! સીરમના CEO અદાર પૂનાવાલાએ કહ્યું 6 મહિનામાં કંપની લોન્ચ કરશે Covovax વેક્સિન
File Image
| Edited By: | Updated on: Dec 14, 2021 | 5:04 PM

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલા (Adar Poonawalla)એ મંગળવારે કહ્યું કે પૂણે (Pune) સ્થિત વેક્સિન નિર્માતા કંપની આગામી 6 મહિનામાં બાળકો માટે કોરોના વાઈરસ વેક્સિન (Coronavirus Vaccine)લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. પૂનાવાલાએ રેખાકિત કર્યું કે વેક્સિન જે બાળકો માટે તૈયાર કરવામાં આવશે, તે અમેરિકાની બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સ (Novavax)ની કોવિડ 19 વેક્સિન છે. તેમણે કહ્યું કે કોવોવેક્સ (Covovax)નામથી તેમની કંપની દ્વારા સ્થાનિક સ્તરે તેને તૈયાર અને ઉત્પાદન કરવામાં આવશે.

 

 

સમાચાર એજન્સી મુજબ પૂનાવાલાએ કહ્યું કે અમે બાળકોમાં ગંભીર બિમારી જોઈ નથી. હાલમાં બાળકોને લઈ ગભરાવવાની વાત નથી. અમે 6 મહિનામાં તેમના માટે એક વેક્સિન લોન્ચ કરીશું. આશા છે કે આ વેક્સિન 3 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે પણ હોય. પૂનાવાલા દિલ્હીમાં એક ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા.

 

તેમને કહ્યું કે અમારી કોવોવેક્સ રસીની ટ્રાયલ ચાલી રહી છે. રસીએ ત્રણ વર્ષની વય જૂથ સુધી તમામ બાબતોમાં ઉત્તમ ડેટા દર્શાવ્યો છે. આવનારા 6 મહિનામાં વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે દુનિયાના ઘણા દેશોમાં બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે.

 

જાણો બાળકોના વેક્સિનેશનને લઈ શું કહ્યું સીરમના CEOએ?

સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEOએ પણ બાળકોને વેક્સિન લગાવવાની વકાલત કરી. તેમને કહ્યું મને લાગે છે કે તમારે તમારા બાળકોને વેક્સિન લગાવવી જોઈએ. તેમાં કંઈ ખોટુ નથી. આ વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી સાબિત થઈ છે. બસ સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે અને પછી તમે આ દિશામાં આગળ વધી શકો છો.

રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના યોગ્ય લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. ભારતમાં વેક્સિનેશનની શરૂઆત ઘણા ચરણો હેઠળ શરૂ કરવામાં આવી હતી. વેક્સિનેશનના પ્રથમ ચરણની શરૂઆત 16 જાન્યુઆરીએ થઈ હતી. જેની હેઠળ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લગાવવામાં આવી હતી.

 

Zydus Cadilaની ZyCov-D વેક્સિનને મળી મંજૂરી

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI) દ્વારા કટોકટી ઉપયોગ અધિકૃતતા આપેલી વેક્સિનમાંથી માત્ર એક વેક્સિન એવી છે, જે 12 વર્ષની ઉંમરથી વધુના બાળકો માટે મંજૂર કરવામાં આવી છે. આ વેક્સિન અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાની ZyCov-D વેક્સિન છે. અત્યાર સુધી આ વેક્સિનને દેશના વેક્સિનેશન અભિયાનમાં સામેલ કરવામાં આવી નથી.

 

DCGIની નિષ્ણાંત પેનલે 12-18 વર્ષના લોકો માટે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના કોવેક્સિનની પણ ભલામણ કરી છે. જો કે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ‘આખરી મંજૂરી આપવામાં આવે તે પહેલાં કંપની પાસેથી વધારાની માહિતી માંગવામાં આવી છે’.

 

આ પણ વાંચો: આયુષ્માન ભારત કાર્ડ તમારા નામે અન્ય કોઈને આપવામાં આવ્યું છે! તરત જ આ નંબર પર ફરિયાદ કરો

 

આ પણ વાંચો: Ahmedabad : સાઇબર ક્રાઇમના હાથે પ.બંગાળનો એક ભેજાબાજ ઝડપાયો, આરોપીની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમે ચોંકી જશો