કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. વરસાદ બંધ થતા અને વાતાવરણ ચોખ્ખું હોવાથી કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદી તબાહી મચાવતા જમીની મોટા ભાગના રસ્તાઓ બંધ થયા હતા. જેને લીધે મોટી સંખ્યામાં કેદારનાથમા યાત્રાળુઓ ફસાયા હતા. ત્યારે કેદારનાથમાં ફસાયેલા લોકોને હવે હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળ પર લઈ જવાશે. તેમજ મળતી માહીતી મુજબ હાલ ગુજરાતના તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે.
ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન દિલ્લી અને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં રહ્યા છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે ગુજરાતના તમામ યાત્રાળુઓ સલામત છે. આ યાત્રાળુઓને રહેવા, જમવા કે દવા સહિતની કોઈ તકલીફ થઈ નથી. ગુજરાતથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં 80 -100 લોકો ગયા હતા. જેમાંથી 6 જેટલા લોકો બદ્રીનાથ અને કેદારનાથ ફસાયા હતા. પરંતુ ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર ત્યાં પહોંચી શકયું ન હતું. હવે હેલિકોપ્ટર શરુ થતા લાગી રહ્યું છે તેમનું બચાવકાર્ય થઇ શકશે.
આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઉત્તરાખંડના સીએમ સાથે વાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વાતચીત બાદ ટ્વિટ કર્યુ કે ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુસ્કર ધામીજી સાથે સતત ટેલીફોનીક સંપર્ક ચાલુ હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પડખે રહી સૌની સલામતી માટે પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આ અંગે હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટના ધોરાજીની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8805 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો: દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં CR પાટીલની ભાજપ આગેવાનોને ટકોર, ‘પેજ-કમિટીની જલ્દી જ રચના કરવામાં આવે’