landslide :ઉત્તરાખંડ (Uttarakhand)માં છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હવામાનને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ચમોલી જિલ્લામાં ભુસ્ખલન ( landslide)નો એક વીડિયો સામે આવ્યો છે. આ ભૂસ્ખલન ( landslide)જોશીમઠ-બદ્રીનાથ (Joshimath-Badrinath)હાઇવે નજીક થંગ ગામને જોડતા રસ્તા પાસે થયું હતું.
#WATCH | Uttarakhand: A occurred near the motorway, close to Joshimath-Badrinath National Highway, that connects Thaing village in Chamoli district. Visual from
landslide
last evening. pic.twitter.com/o9AodVKwvG
— ANI (@ANI) August 13, 2021
મંગળવારે તોતા વેલી નજીક નેશનલ હાઈવે (National Highway) પર ભૂસ્ખલનનો એક વીડિયો સામે આવ્યો હતો. ઋષિકેશથી શ્રીનગર જતા હાઇવે પર, પર્વતનો મોટો ભાગ તૂટી ગયો હતો અને જોરદાર અવાજ સાથે પડ્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા લોકોનો બચાવ થયો હતો.
ભૂસ્ખલન (landslide)ને કારણે હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે હાઇવે પર લાંબો જામ હતો.થોડા દિવસો પહેલા જોશીમઠના ઝાડકુલા વિસ્તારમાં એક હોટલ તૂટી પડવાનો વીડિયો સામે આવ્યો હતો.
ચમોલી (chamoli)માં સતત વરસાદના કારણે પર્વતો નબળા પડી રહ્યા છે. તેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ચમોલીમાં સતત વરસાદ પડી રહ્યો છે.
શનિવારે આ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઇવેનો લગભગ 200 મીટરનો વિસ્તાર પણ ખતરામાં આવી ગયો છે.
સદનસીબે હોટલનો કાટમાળ ડુંગરના તળિયે બનેલા મકાનો પર પડ્યો ન હતો. આ પહેલા 25 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે તપોવન-વિષ્ણુગડ જળવિદ્યુત પ્રોજેક્ટ (Hydroelectric project)ની સુરંગની સામે મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થયું હતું.
11 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નોરમાં ભૂસ્ખન (Landslide)ના કારણે હાહાકારની સ્થિતિ છે. આ ભૂસ્ખલનમાં 10 લોકોના મોત થયા છે અને 14 લોકોને બચાવવામાં આવ્યા છે. ત્યારે 50થી વધુ લોકો ફસાયા હતા.
જ્યારે એક બસ અને 6 જેટલા વાહનો પહાડના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ પહાડો પરથી પથ્થરો આ વાહનો પર પડ્યા અને પથ્થર નીચે દટાઈ જતા 10 જેટલા લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : list of Indian cricketers : લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનાર 9 ભારતીય ખેલાડી વિશે આ છે ખાસ માહિતિ