Cloudburst Nainital Ramgarh: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું કે નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં જ્યાં વાદળ ફાટ્યું હતું તે સ્થળેથી કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે, કાટમાળ નીચે દટાયેલા લોકોની વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. તો બીજી બાજુ, નૈનીતાલ તળાવ ઓવરફ્લો થવાને કારણે, નૈનીતાલના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા છે. નૈનીતાલની ઈમારતો અને મકાનોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.
Uttarakhand: An incident of cloudburst reported in a village of Ramgarh in Nainital district. People feared trapped under the debris. Teams of Police and administration rushed to the spot. Details awaited. pic.twitter.com/B1qTzUIzZI
— ANI (@ANI) October 19, 2021
ગંગાનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર
છેલ્લા બે દિવસથી પર્વતીય વિસ્તારમાં વરસી રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર ભયના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. ગંગા 294 મીટરના ભય ચિહ્નથી 0.35 મીટર ઉપર 294.35 મીટર પર વહી રહી છે. ગંગાની વધતી જળ સપાટીને કારણે હરિદ્વારમાં ગંગા નદીકાંઠાને અડીને આવેલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
#WATCH उत्तराखंड: नैनीताल झील ओवरफ्लो होने के चलते नैनीताल की सड़कों पर पानी भर गया है। इमारतों और घरों में भी जलभराव देखा जा रहा है। क्षेत्र में लगातार भारी बारिश हो रही है। pic.twitter.com/zdJ8M7tZ8W
— ANI_HindiNews (@AHindinews) October 19, 2021
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ