રાકેશ ટિકૈતે લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોની પ્રાર્થના સભામાં હાજરી આપી, આશિષ મિશ્રાની ધરપકડને કહ્યું ‘રેડ કાર્પેટ’

|

Oct 12, 2021 | 5:10 PM

રાકેશ ટિકૈતે આશિષ મિશ્રાની ધરપકડ પર નિશાન સાધ્યું હતું. રાકેશ ટિકૈતે કહ્યું, જે ધરપકડ થઈ છે તે રેડ કાર્પેટ અરેસ્ટ છે. ગૃહ રાજ્યમંત્રીના પુત્રની પૂછપરછ કરવાની હિંમત કોઈ પોલીસ અધિકારીમાં નથી ?

રાકેશ ટિકૈતે લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોની પ્રાર્થના સભામાં હાજરી આપી, આશિષ મિશ્રાની ધરપકડને કહ્યું રેડ કાર્પેટ
Rakesh Tikait

Follow us on

લખીમપુર હિંસામાં (Lakhimpur Kheri Violence) માર્યા ગયેલા ચાર ખેડૂતો માટે મંગળવારે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) સોમવારે જ તિકુનિયા પહોંચ્યા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ મંગળવારે સવારે અહીં પહોંચ્યા હતા.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મંત્રી અજય મિશ્રા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, આજે ખેડૂતોની પ્રાર્થના સભા છે. 3 ઓક્ટોબરની દુ:ખદ ઘટના બધાએ જોઈ, વીડિયો નેટ બંધ થવાને કારણે પાછળથી આવ્યા. ખેડૂતો પાછા જઈ રહ્યા હતા, જો વીડિયો ન હોત તો ખેડૂતોને દોષિત ગણવામાં આવ્યા હોત. દરેક વ્યક્તિએ જોયું કે તે મંત્રીની ભૂલ છે, તેમણે પહેલેથી જ ધમકી આપી હતી.

જ્યાં સુધી મંત્રીને જેલમાં મોકલવામાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે આંદોલન
રાકેશ ટિકૈતે આગળ કહ્યું, અમારી માગ ખોટી નથી. 4 તારીખે નિર્ણય લેવાયો હતો, તેમાં 10 હજાર લોકો હતા, તમામ અધિકારીઓ હાજર હતા. આ નિર્ણય તમામ લોકોની સંમતિથી લેવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી વિરુદ્ધ કેસ નોંધી, તેમની ધરપકડ કરવામાં નહીં આવે અને તેમને પદ પરથી હટાવીને આગ્રા જેલમાં મોકલવામાં આવશે નહી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રેડ કાર્પેટ ધરપકડ
રાકેશ ટિકૈતે આશિષ મિશ્રાની ધરપકડ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, આ ધરપકડ જે થઈ છે તે રેડ કાર્પેટ ધરપકડ છે. ગૃહ રાજ્યમંત્રીના પુત્રની પૂછપરછ કરવાની હિંમત કોઈ પોલીસ અધિકારીમાં નથી ? જ્યાં સુધી આ બંનેને પોલીસ સ્ટેશનમાં બંધ કરીને પૂછપરછ કરવામાં નહીં આવે ત્યાં સુધી તપાસ યોગ્ય રીતે થશે નહીં. કાર દ્વારા ખેડૂતો કચડાયા હતા. 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. 15 મીએ પુતળાનું દહન કરવામાં આવશે. 18 ઓક્ટોબરે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ટ્રેન 8 કલાક બંધ રહેશે. 26 મીએ લખનૌમાં મોટી પંચાયત થશે.

દિલ્હીનું આંદોલન ચાલુ રહેશે
રાકેશ ટિકૈતે કહ્યું, દિલ્હીનું આંદોલન ચાલુ રહેશે. અમારો સંઘર્ષ ચાલુ રહેશે. સરકાર ઝગડો કરાવવા માંગે છે. અમારા પર આરોપ મૂકે છે. આપણે તેનાથી બચવું પડશે. જેમની પાસે વીડિયો છે, તેઓ સંગઠન અને ગુરુદ્વારામાં તેને મોકલો. લાખો લોકો આંદોલનમાં જોડાયેલા છે.

આ પણ વાંચો : chennai : 300 પોલીસકર્મીઓ ચોરની પાછળ ભાગ્યા તો પણ ચોર હાથમાં ન આવ્યો, અંતે ડ્રોનની મદદથી ચોર પકડાયો

આ પણ વાંચો : UP Assembly Election 2022: અખિલેશ યાદવે ‘સમાજવાદી વિજય યાત્રા’ની શરૂઆત કરી, 400 બેઠકો જીતવાનો કર્યો દાવો

Next Article