Uttar Pradesh: લોકસભા ચૂંટણીને લઈને માયાવતીએ કરી મોટી જાહેરાત, વિપક્ષી ગઠબંધન પર સાધ્યું નિશાન

વિપક્ષી દળોની 23 જૂને પટનામાં યોજાયેલી બેઠક બાદ બેંગલુરુમાં બીજી વખત બેઠક થઈ હતી. આ બેઠકમાં 26 વિરોધ પક્ષો એકઠા થયા હતા. આ દરમિયાન UPA નું નામ બદલીને INDIA રાખવામાં આવ્યું છે. આ બેઠક બાદ સાંજે દિલ્હીમાં NDAના 38 પક્ષોની બેઠક યોજાઈ હતી.

Uttar Pradesh: લોકસભા ચૂંટણીને લઈને માયાવતીએ કરી મોટી જાહેરાત, વિપક્ષી ગઠબંધન પર સાધ્યું નિશાન
Mayawati - BSP
| Edited By: | Updated on: Jul 19, 2023 | 2:04 PM

લોકસભા ચૂંટણીને (Lok Sabha Election) લઈને રાજકિય હલચલ તેજ થઈ રહી છે. તમામ પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ બુધવારે લોકસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે બહુજન સમાજવાદી પાર્ટી (BSP) 2024માં એકલા હાથે ચૂંટણી લડશે. આ દરમિયાન તેમણે વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન સત્તામાં આવવાના સપના જોઈ રહ્યું છે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું

કોંગ્રેસ પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવવા માટે ગઠબંધન કરી રહી છે. તે જાતિવાદી પક્ષો સાથે જોડાણ કરી રહી છે. પરંતુ અમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું. બસપા સુપ્રીમોએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણામાં એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી હતી. આ સિવાય તેમણે કહ્યું કે પંજાબ અને હરિયાણામાં અમે સાથી પક્ષો સાથે ચૂંટણી લડીશું.

 

 

સત્તાધારી પક્ષની કથની અને કરણીમાં બહુ ફરક નથી

માયાવતીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેને લઈ તમામ પક્ષો બેઠક કરી રહ્યા છે. સત્તાધારી પક્ષ NDA અલગ-અલગ દલીલો આપી રહ્યું છે. સત્તાધારી પક્ષની કથની અને કરણીમાં બહુ ફરક નથી. શાસક પક્ષને હરાવવા માટે વિપક્ષી ગઠબંધન બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Breaking News: ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, અલકનંદા નદી પાસે ટ્રાન્સફોર્મર ફાટતા 15 થી વધારે લોકોના મોત

BSP ના વડાએ કહ્યું કે, જો કોંગ્રેસે ઈમાનદારીથી કામ કર્યું હોત, બાબાસાહેબની સલાહ માની હોત તો તેને સત્તામાંથી બહાર થવું પડત નહી. હવે કોંગ્રેસ પાર્ટી પોતાની જેમ જાતિવાદ અને મૂડીવાદ સાથે ગઠબંધન કરીને સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે. માયાવતીએ કોંગ્રેસના વચનને હવાઈ ગણાવ્યા હતા.

2024 માં NDA vs INDIA ની લડાઈ

વિપક્ષી દળોની 23 જૂને પટનામાં યોજાયેલી બેઠક બાદ બેંગલુરુમાં બીજી વખત બેઠક થઈ હતી. આ બેઠકમાં 26 વિરોધ પક્ષો એકઠા થયા હતા. આ દરમિયાન UPA નું નામ બદલીને INDIA રાખવામાં આવ્યું છે. આ બેઠક બાદ સાંજે દિલ્હીમાં NDAના 38 પક્ષોની બેઠક યોજાઈ હતી. એ સ્પષ્ટ થયું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં NDA vs INDIA ની લડાઈ થશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો