Kanpur Violence: કાનપુર હિંસા કેસમાં ટ્વિટર અને ફેસબુકના 15 એકાઉન્ટ સામે FIR, અત્યાર સુધીમાં 38 લોકોની ધરપકડ

આ કેસમાં પોલીસે આ હિંસાના માસ્ટર માઈન્ડ હયાત ઝફર હાશ્મીની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) શુક્રવારે જ પોલીસ અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

Kanpur Violence: કાનપુર હિંસા કેસમાં ટ્વિટર અને ફેસબુકના 15 એકાઉન્ટ સામે FIR, અત્યાર સુધીમાં 38 લોકોની ધરપકડ
Kanpur Violence
| Edited By: | Updated on: Jun 06, 2022 | 4:47 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર જિલ્લામાં હિંસાના મામલામાં ત્રણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. જો કે, અત્યાર સુધીમાં વધુ 1 FIR નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે ટ્વિટર અને ફેસબુકના 15 એકાઉન્ટ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. શુક્રવારની નમાજ પછી ત્યાં હિંસા શરૂ થઈ અને પોલીસે અત્યાર સુધીમાં 38 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે આ હિંસાના માસ્ટર માઈન્ડ હયાત ઝફર હાશ્મીની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) શુક્રવારે જ પોલીસ અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

કાનપુરના પોલીસ કમિશનર જય કુમાર મીનાએ કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ NSA અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે બદમાશોના ઘરો પર બુલડોઝર પણ ચલાવવામાં આવશે. શુક્રવારે કાનપુરના બેકનગંજમાં થયેલી હિંસાના સંદર્ભમાં, પોલીસ દ્વારા 3 અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. જો કે, પોલીસે કાનપુર હિંસા કેસમાં વધુ એક કેસ નોંધ્યો છે, જેમાં ટ્વિટર અને ફેસબુકના 15 એકાઉન્ટ્સ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

પોલીસની FIRમાં 40 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે અને તેની સાથે 1000 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ અને NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમની મિલકતો જપ્ત કરીને મકાનો પર બુલડોઝર પણ ચલાવવામાં આવશે.

કાનપુર હિંસા કેસમાં 15 ટ્વિટર અને ફેસબુક હેન્ડલ્સ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે

હિંસા કેસમાં હયાત ઝફર હાશિમીની પત્નીની પણ પૂછપરછ થઈ શકે છે

બીજેપી પ્રવક્તા નુપુર શર્માએ 26 મે, ગુરુવારે ટીવી પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ દ્વારા પૂછપરછમાં, જ્યારે પોલીસે હયાઝ ઝફર હાશમીને પૂછ્યું કે 27 મેના રોજ જુમા હતા તો તેણે વિરોધ કેમ ન કર્યો. આ અંગે હયાતે કહ્યું કે 3 જૂને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી શહેરમાં આવવાના હતા અને જુમા પણ હતા. તેથી જ કેદીના નામે હોબાળો કરવા માટે આ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે પોલીસને અગાઉ પણ આ અંગે આશંકા હતી, પરંતુ હવે હયાતે પોતે જ તેના પર મહોર મારી દીધી છે. હાલ હિંસા કેસમાં માસ્ટરમાઇન્ડ હયાત ઝફર હાશિમીની પત્નીની પણ પૂછપરછ થઈ શકે છે.

Published On - 4:47 pm, Mon, 6 June 22