ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની ( Uttar Pradesh Assembly Election 2022) તૈયારીઓમાં સત્તારૂઢ ભાજપ સંપૂર્ણ તાકાત સાથે વ્યસ્ત છે. ભાજપમાં ઉપરથી નીચે સુધી દરેક નેતા પોતાની જવાબદારી પૂરી રીતે નિભાવી રહ્યા છે. 2 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) સહારનપુરમાં બૂથ પ્રમુખોની બેઠક લેવા જઈ રહ્યા છે. ગૃહમંત્રી આ દિવસે હજારો બૂથ પ્રમુખોની વિશાળ રેલીને સંબોધિત કરશે.
પાર્ટીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશના બ્રજ અને પશ્ચિમના બૂથ પ્રમુખોની બેઠક ગૃહ પ્રધાનને સોંપી હતી. જે અંતર્ગત પહેલી રેલી સહારનપુરમાં યોજાવા જઈ રહી છે. અગાઉ, બીજેપી (BJP) અધ્યક્ષ જે.પી. નડ્ડા ગોરખપુર અને કાનપુરમાં બે બૂથ પ્રમુખોની રેલીઓ કરી ચૂક્યા છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સીતાપુર અને જૌનપુરમાં બે બૂથ પ્રમુખોની રેલીઓને સંબોધિત કરી છે.
ભાજપ 6 યાત્રાઓ કાઢશે
ભાજપ રાજ્યના લોકો સુધી પહોંચવાનો પૂરો પ્રયાસ કરી રહી છે જેથી કરીને તેઓ તેમની સરકારની યોજનાઓ અને સફળતા વિશે તેમને જણાવી શકે. ભાજપે રાજ્યની જનતા વચ્ચે જવા માટે મંગળવારે છ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. ભાજપ મુખ્યાલયમાં મળેલી એક્શન પ્લાન બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ડૉ. દિનેશ શર્મા, કેન્દ્રીય મંત્રી અને વિધાનસભા ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના પ્રદેશ મહાસચિવ સુનીલ બંસલ અને કાયદા મંત્રી બ્રજેશ પાઠક સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ ફરી એકવાર 300થી વધુ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહી છે
भारतीय जनता पार्टी 2022 के विधानसभा चुनाव के लिए प्रदेश स्तर पर 6 यात्राएं लेकर यूपी की जनता के बीच जाएगी।
कार्यकर्ताओं के दम पर और जनता के आशीर्वाद से भाजपा 300+ सीटों के साथ एक बार फिर सरकार बनाने जा रही है.. भारत माता की जय!
— Swatantra Dev Singh (@swatantrabjp) November 30, 2021
પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે ‘2022ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ રાજ્ય સ્તરે છ પ્રવાસો કરીને યુપીના લોકો સુધી જશે. કાર્યકરોની તાકાત અને લોકોના આશીર્વાદથી ભાજપ ફરી એકવાર 300થી વધુ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
આ પણ વાંચો : UP Election 2022: માયાવતીની જાહેરાત- BSP તમામ 403 સીટો પર ચૂંટણી લડશે, ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર