ઉત્તરપ્રદેશ સરકારનો મોટો નિર્ણય, અયોધ્યા મંદિરના આસપાસના વિસ્તારમાં દારૂની દુકાનોનું લાયસન્સ કર્યુ રદ

|

Jun 01, 2022 | 4:48 PM

આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રથમ કોતરવામાં આવેલ પથ્થર મૂકીને સમારોહમાં ભાગ લીધો હતો.

ઉત્તરપ્રદેશ સરકારનો મોટો નિર્ણય, અયોધ્યા મંદિરના આસપાસના વિસ્તારમાં દારૂની દુકાનોનું લાયસન્સ કર્યુ રદ
File Image

Follow us on

અયોધ્યા મંદિર (Ayodhya Ram Temple) વિસ્તારમાં હવે લોકોને દારૂ નહીં મળે. સરકારે અયોધ્યા મંદિર વિસ્તારમાં આવેલી સરકારી દારૂની દુકાનોના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. મંગળવારે વિધાનસભામાં આ માહિતી ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) આબકારી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) નીતિન અગ્રવાલે (Nitin Agarwal) આપી હતી. માહિતી આપતાં તેમણે કહ્યું કે અયોધ્યામાં શ્રી રામ મંદિર વિસ્તારની તમામ દારૂની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. અગ્રવાલે બહુજન સમાજ પાર્ટીના સભ્ય ભીમરાવ આંબેડકરના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તેમણે એક્સાઈઝ શોપ નિયમો, 1968માં કરવામાં આવેલા સુધારાની સ્થિતિ વિશે માહિતી માંગી હતી.

બુધવારે એટલે કે આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રથમ કોતરવામાં આવેલ પથ્થર મૂકીને સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે દેશભરમાંથી સાધુ-સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રામ મંદિરનું ગર્ભગૃહ લાલ પથ્થરોથી બનેલું હશે, જે “ખૂબ જ શુભ” હશે તેવું વિશ્વ હિન્દુ પરિષદના નેતા શરદ શર્માના જણાવ્યું હતું.

મંદિરનું ગર્ભગૃહ જાન્યુઆરી 2024 સુધીમાં થઈ જશે તૈયાર

“ટ્રસ્ટના જણાવ્યા મુજબ મંદિરનું ગર્ભગૃહ જાન્યુઆરી 2024 (મકરસંક્રાંતિ) સુધીમાં તૈયાર થઈ જશે, જ્યાં ભગવાન રામની મૂર્તિ મૂકવામાં આવશે અને લોકો પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડશે,” રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું છે કે મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે સૂર્યના પ્રથમ કિરણો ભગવાન રામની મૂર્તિ પર પડે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રામમંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પૂરજોશમાં

તેમણે વધુમાં જણાવ્યું કે “ભક્તો એક વિશાળ અને સુંદર મંદિરની અપેક્ષા રાખી રહ્યા છે,” “ગર્ભગૃહ લાલ પથ્થરથી બનાવવામાં આવી રહ્યું છે. લોકોને શાંતિ આપવા માટે લાલ પથ્થરો લગાવવામાં આવી રહ્યા છે.” અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો અને ત્યારથી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (હાલમાં નિવૃત્ત)ની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચે 9 નવેમ્બર, 2019ના રોજ સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં જ્યાં બાબરી મસ્જિદ આવેલી છે તે જમીન રામ લલ્લાની છે.

Next Article