ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે યુપીના તમામ મોટા રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે. રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath) સોમવારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) પર કોરોના વેક્સીનને લઈને નિશાન સાધ્યું છે. આઝમગઢની સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ કોરોનાની રસીને ભાજપ અને મોદીજીની રસી કહેતા હતા.
સીએમએ કહ્યું કે હવે અબ્બાજાને પણ રસી (Corona Vaccine) લઈ લીધી છે, તમે પણ રસી લઈ લો. નવો વેરિઅન્ટ આવી ગયો છે. જો તમને રસી મળી જશે, તો કદાચ તેમે સાચું બોલવાનું શરૂ કરી દેશો. તેમણે અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, જ્યારે અમે અહીં કોરોનાના દર્દીઓની કાળજી લઈ રહ્યા હતા ત્યારે અખિલેશ ઈંગ્લેન્ડમાં ફરતા હતા.
સપાએ ફક્ત પરિવારને જ પ્રદેશ માન્યો
આ પ્રસંગે મુખ્યમંત્રીએ 76 કરોડથી વધુના 32 વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ સાથે લાભાર્થી યોજનાઓના પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમએ કહ્યું કે મુલાયમ સિંહ યાદવ આઝમગઢથી (Azamgarh Uttar Pradesh) સાંસદ રહી ચુક્યા છે. રાજ્યમાં સપાની સરકાર હતી, પરંતુ વિકાસ માત્ર સૈફઈ માટે જ થઈ રહ્યો હતો. આઝમગઢ માત્ર પછાત જ રહ્યું કારણ કે સમાજવાદી પાર્ટીના (SP) નેતાઓ માત્ર પરિવારને પ્રદેશ માનતા હતા.
સપાની સાથે બસપા અને કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે જ્યારે આ પાર્ટીઓ સરકારમાં હતી ત્યારે તેમણે રાજ્ય અને દેશના લોકો માટે કંઈ કર્યું નથી. સપાના શાસનમાં માફિયાઓની સંપત્તિ વધી. આઝમ ખાન જેવા લોકો દલિતોને હેરાન કરતા હતા. આજે માફિયાઓની મિલકતો પર બુલડોઝર ચાલતું હોય તો વિપક્ષ દર્દ અનુભવી રહ્યો છે.
મુખ્યમંત્રીએ લોકોને રસી લેવા હાકલ કરી
સીએમ યોગીએ કહ્યું કે, અખિલેશ યાદવ તેને મોદીજીની રસી કહે છે. સીએમ યોગીએ જનતા સામે હાથ ઉંચો કરીને પૂછ્યું કે કેટલા લોકોને આ રસી મળી છે. તેમણે લોકોને કહ્યું કે જેમને રસી (Corona Vaccine) નથી મળી તેઓ તાત્કાલિક સરકારી દવાખાનામાં જઈને મફતમાં રસીકરણ કરાવે, જેમણે બીજો ડોઝ લીધો નથી તેઓએ બીજો ડોઝ લેવો જોઈએ. તેમણે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તે વિશ્વના ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે, તેથી દરેક વ્યક્તિએ કોરોનાથી બચવા માટેના ઉપાયો અપનાવવા પડશે.
આ પણ વાંચો : Maharashtra OBC Quota: સ્થાનિક ચૂંટણીઓમાં OBCને 27 ટકા અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે